Gujarat Exclusive > દેશ-વિદેશ > અમેઠીમાં સેનાના રિટાયર્ડ કેપ્ટનની બેરહેમીથી હત્યા, પોલીસ તપાસ શરૂ

અમેઠીમાં સેનાના રિટાયર્ડ કેપ્ટનની બેરહેમીથી હત્યા, પોલીસ તપાસ શરૂ

0
294

ઉત્તર પ્રદેશના અમેઠીમાંથી એક મોટી ઘટના સામે આવી છે. અમેઠીમાં મોડી રાત્રે ભારતીય સેનાના નિવૃત્ત કેપ્ટન અમાન ઉલ્લાની લાકડી અને દંડાથી ઢોરમાર મારીને હત્યા કરવામાં હોવાની ઘટના સામે આવી છે.

આ ઘટનાની જાણ થતા અમેઠી પોલીસ એક્શનમાં આવી હતી અને ઘટના સ્થળે એસપી સહિત કેટલાક અધિકારીઓનો કાફલો પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી છવાઈ છે. હાલ પોલીસે હુમલાખોરોને શોધખોળ આદરી છે. ઉલ્લેખનીય છે કે, અમેઠી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો સંસદીય વિસ્તાર છે.

શું છે ઘટના
મીડિયા રિપોર્ટસ અનુસાર, અમેઠીમાં કમરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગોડિયનના પુરવા ગામમાં શનિવારે મોડી રાત્રે સેનાના એક નિવૃત્ત કેપ્ટન અમાનુઉલ્લાની લાકડી વડે માર મારીને હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. મૃતક અમાન ઉલ્લાના પૂત્ર ઈબ્રાહીમે કહ્યુ કે, તેના માતા-પિતા રોડની બાજુમાં બનેલા મકાનમાં રહેતા હતા. મોડી રાત્રે અસામાજીક તત્વો ઘરે આવ્યા અને માતા-પિતાને દોરડાથી બાંધી દીધા હતા. જે બાદ પિતા અમાન ઉલ્લાના માથાના ભાગે લાકડી- ડંડા વડે હુમલો કરીને તેમની હત્યા કરી હતી. આ હુમલામાં અમાન ઉલ્લાની પત્ની અમીન પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અમેઠીના ઉચ્ચ પોલીસ અધિકારી દયારામે કહ્યુ કે, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ છે. હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે. જો કે હુમલો ક્યા કારણથી કરવામાં આવ્યો તેની જાણકારી મળી શકી નથી.

શેખર કપૂરની ટ્વીટ ઉપર જાવેદ અખ્તર ભડક્યાં, કહ્યુ- ‘મગજના ડૉકટરને મળો‘