Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: યુવક પાસેથી બે લાખનો તોડ કરીને બે કોન્સ્ટેબલો થયા હતા ગુમ

અમદાવાદ: યુવક પાસેથી બે લાખનો તોડ કરીને બે કોન્સ્ટેબલો થયા હતા ગુમ

0
402

નવરંગપુરા પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલો પાછલા દિવસોમાં અચાનક જ ભેદી રીતે ગુમ થઈ ગયા હતા. જોકે, હવે આ બંને કોન્સ્ટેબલ જીગર અને કૌશલ સામે બળજબરીપૂર્વક પૈસા પડાવવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે પોલીસ તપાસ દરમિયાન ફરિયાદી અને કોન્સ્ટેબલ વચ્ચેની લેવડ-દેવડનો સીસીટીવી કેમેરાનો વીડિયો પણ મળી આવ્યો છે.

આ બાબતે પોલીસે હવે કોન્સ્ટેબલ જીગર સોલંકી અને કૌશલ ભટ્ટના ગુમ થવા મામલે પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફુટેજ કબ્જે કર્યા છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, બંને કોન્સ્ટેબલો તોડ કર્યા બાદ વાત બહાર ના આવે તે ડરના કારણે અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. બન્ને કોન્સ્ટેબલ કેસમા શહેરના 3 એસીપી અને 3 પીઆઇ સહિતનો પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી છે.

13મી જૂલાઇના રાત્રે નિશિતને બંને પોલીસ કોન્સ્ટેબલ દ્વારા નવરંગપુરા વિસ્તારમાં રોક્યો હતો. નિશિત પર વધારે સ્પીડમાં ગાડી ચલાવવાનો આરોપ લગાવ્યો અને ત્યાર બાદ તેના પર સટ્ટો રમીને આવતો હોવાનો પણ આરોપ લગાવીને તેને ડરાવી નાંખ્યો હતો. નિશિતને બંને કોન્સ્ટેબલો દ્વારા ડરાવી-ધમકાવીને આ વિસ્તારમાં મોડી રાત સુધી ફેરવવામાં આવ્યો હતો આ ઘટના બની ત્યારે જીગર સોલંકી, કૌશલ ભટ્ટ અને અન્ય એક ખાખી વર્દીવાળો વ્યક્તિ ઉપરાંત અન્ય એક વ્યક્તિ હાજર હતો. આ દરમિયાન બંને કોન્સ્ટેબલો દ્વારા નિશિત સાથે બે લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.

આ સમગ્ર ઘટના નિશિતની જે-જે જગ્યાએ ફરી છે, ત્યાના બધા જ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ દરમિયાન જીગર અને કૌશલ પણ ટૂ વ્હીલર પર જતા નજરે પડ્યા છે. આ દરમિયાન નિશિતની કારને એક ઈ-મેમો પણ આવ્યો છે. આ બધા જ સીસીટીવી કેમેરાના ફુટેજ બાદ પોલીસે પોતે પણ માન્યું છે કે, તોડ તો કરવામાં આવ્યો જ છે. આ અંગે પોલીસે બંને કોન્સ્ટેબલોના ઘર પર નોટિસ મોકલાવી આપી છે.

મહેસાણાની મહિલા પોલીસ કર્મચારીને TikTok પર વીડિયો બનાવવો ભારે પડ્યો, સસ્પેન્ડ