Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં થેલેસેમિયાથી પીડાતી મહિલાએ બાળકીને જન્મ આપ્યો

અમદાવાદમાં થેલેસેમિયાથી પીડાતી મહિલાએ બાળકીને જન્મ આપ્યો

0
432

અમદાવાદમાં થેલેસેમિયાથી પીડિતી એક મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. એક મહિલા થેલેસેમિયાના સકંજામાં હતી અને તેણે 500 વખત બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવ્યુ હતું.

થેલેસેમિયા જે વ્યક્તિને હોય તેને સાદુ જીવન જીવવા માટે પણ ઘણી મહેનત કરવી પડે છે, ત્યારે એક પ્રેરણાત્મક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની 26 વર્ષની કિંજલ શાહ 3 મહિનાનાં હતા ત્યારથી જ થેલેસેમિયા મેજરની બીમારી હતી. તેમણે 500 વાર બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવ્યું છે. આટલી તકલીફો વચ્ચે પણ તેમણે એક બાળકીને જન્મ આપ્યો હતો. મહિલાને પ્રથમ મહિનામાં એક વાર પરંતુ બાદમાં દર પંદર દિવસે બ્લડ ચડાવવાની પ્રોસેસ કરવી પડે છે. એક એવો પણ સમય હતો જ્યારે ડોક્ટરોએ પણ તેની જીવવાની આશા છોડી દીધી હતી. પરંતુ તેણે અને તેના પરિવારે હિંમત હારી નહતી. અમદાવાદનાં નવીન લાઠીએ તેની સાથે લગ્ન કર્યા અને એક બાળકનો જન્મ થયો છે. આ ગુજરાતમાં પહેલો એવો કિસ્સો છે જેને મેજર થેલેસેમિયા હોવા છતાં બાળકને જન્મ આપ્યો છે.

થેલેસેમિયાના દર્દી, કિંજલ શાહે આ અંગે જણાવતા કહ્યું કે, ‘મેં હિમ્મત હાર્યા વગર બીમારીનો સામનો કર્યો. જેના કારણે મારા પરિવારે અને પતિએ મને ઘણો સપોર્ટ કર્યો છે. મારી પ્રેગ્નન્સીમાં પણ ઘણું જ ઘ્યાન આપ્યું હતું. જેના કારણે જ હું બાળકીને જન્મ આપી શકી છું.’

ગુજરાતનો આદર્શ ખેડૂત, વર્ષે પકવે છે 20 લાખની શાકભાજી