Gujarat Exclusive > દેશ-વિદેશ > પુલવામા એટેક પર ઇમરાન ખાનનો ખુલાસો, કહ્યું- હુમલા પાછળ જૈશનો હાથ, પાક.માં 40 આતંકી સંગઠન એક્ટિવ

પુલવામા એટેક પર ઇમરાન ખાનનો ખુલાસો, કહ્યું- હુમલા પાછળ જૈશનો હાથ, પાક.માં 40 આતંકી સંગઠન એક્ટિવ

0
313

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અમેરિકામાં એક મોટો ખુલાસો કર્યો છે. ઇમરાન ખાને અમેરિકાને જણાવ્યુ કે પાકિસ્તાનમાં આશરે 40 આતંકી સંગઠન સક્રિય હતા. ઇમરાન ખાને ગત સરકાર પર દોષ આપતા કહ્યું કે પાકિસ્તાનમાં આતંકી સંગઠન સક્રિય હતા પરંતુ સરકારોએ તેને માનવાનો ઇનકાર કરી દીધો.પુલવામા આતંકી હુમલા અંગે ઇમરાન ખાને કહ્યું કે, આ એક એવી ઘટના હતી જેને સ્થાનિક આતંકીઓએ અંજામ આપ્યો હતો. ઇમરાન ખાને દાવો કર્યો કે જૈશ-એ-મોહમ્મદ માત્ર પાકિસ્તાનમાં જ નહી પરંતુ કાશ્મીરમાં પણ છે અને તે ત્યાંથી પણ કામ કરે છે.

પાકિસ્તાનના વડાપ્રધાને અમેરિકામાં એક ઇવેન્ટ દરમિયાન કહ્યું કે ગત 15 વર્ષમાં કેટલાક આતંકના મુદ્દાને લઇને પાકિસ્તાને અમેરિકાને ક્યારેય પણ સત્ય જણાવ્યુ નથી. ગત સરકારોએ સ્વીકાર નથી કર્યો કે અમારી જમીન પર શું થઇ રહ્યું છે.

વિશ્વાસ પર યથાવત રહેશે સબંધ

ઇમરાન ખાને આ દરમિયાન અમેરિકા અને પાકિસ્તાનના સબંધો પર પણ ચર્ચા કરી હતી, તેમણે કહ્યું કે બન્ને દેશો વચ્ચે લાંબા સમય સુધી વિશ્વાસની કમી રહી હતી પરંતુ હવે આગળના સબંધમાં વિશ્વાસ હોવુ જરૂરી છે. ઇમરાન ખાને કહ્યું કે જ્યારે અમેરિકા આતંકવાદને લઇને પાકિસ્તાનની મદદ ઇચ્છતુ હતું ત્યારે પાકિસ્તાન ખુદ કેટલીક મુસીબતો સામે ઝઝુમી રહ્યું હતું.

તાલિબાન સાથે થશે વાતચીત

પાકિસ્તાનના વડાપ્રધાને અમેરિકામાં તાલિબાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઇમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન તાલિબાનને વાતચીતના મંચ સુધી લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઇમરાન ખાને કહ્યું, એવી આશા ના કરવી જોઇએ કે આ બધુ આસાન હશે, કારણ કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ ઘણી ખરાબ છે. અમે પુરો પ્રયાસ કરીશું. આખુ પાકિસ્તાન મારી સાથે ઉભુ છે, જે અમેરિકા ઇચ્છે છે તે અમે પણ ઇચ્છીએ છીએ. અફઘાનિસ્તાનમાં જલ્દી શાંતિપૂર્ણ વ્યવસ્થા અમારૂ લક્ષ્ય છે.

લાદેન પર કર્યો ખુલાસો

આ પહેલા ઇમરાન ખાને અમેરિકામાં એક અન્ય ખુલાસો કર્યો હતો. ઇમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાન લાદેનની હાજરી અંગે જાણતુ હતું. જોકે, તેમણે પાકિસ્તાનનો બચાવ કરતા કહ્યું કે પાકિસ્તાનની જાસુસી સેવા ઇન્ટર-સર્વિસેજ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ)એ જ અમેરિકન જાસુસી એજન્સી સીઆઇએને જાણકારી આપી હતી, જેની મદદથી અમેરિકા અલ કાયદા પ્રમુખ લાદેન સુધી પહોચ્યુ હતું, તેમનું આ નિવેદન પાકિસ્તાનના ઓફિશિયલ વલણથી ઉલટુ આવ્યુ છે.

ટ્રમ્પના જૂઠ પર સંસદમાં સરકારનું નિવેદન,મોદીએ કાશ્મીર મધ્યસ્થતા માટે નથી કહ્યું