Gujarat Exclusive > દેશ-વિદેશ > ઇમરાન ખાને મેટ્રોમાં મુસાફરી કરી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રિઝવવા પ્રયાસ કર્યો

ઇમરાન ખાને મેટ્રોમાં મુસાફરી કરી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રિઝવવા પ્રયાસ કર્યો

0
197

કંગાળ અર્થવ્યવસ્થા અને આતંકવાદીઓને સંરક્ષણ આપવાના દાગ સાથે અમેરિકા પહોચેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને એરપોર્ટ પર બેઇજ્જતીનો સામનો કરવો પડ્યો હતો. મંત્રી તો દૂર અમેરિકાનો કોઇ અધિકારી તેમના સ્વાગત માટે એરપોર્ટ પહોચ્યુ નહતું. પહેલાથી જ અમેરિકામાં હાજર પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી અને રાજદૂત અસદ મજીદ ખાને ઇમરાનનું સ્વાગત કર્યુ હતું.તે બાદ ઇમરાન ખાન પોતાના અધિકારીઓ સાથે મેટ્રોમાં મુસાફરી કરી રાજદૂત આવાસ સુધી ગયા હતા. મેટ્રોમાં પણ તેમની સાથે કોઇ અમેરિકન અધિકારી નહતો. ઇમરાન કોઇ હોટલની જગ્યાએ પોતાના રાજદૂતને ત્યાં જ રોકાયા હતા.જોકે, ઇમરાન ખાનનો આ પ્લાન પ્રિ પ્લાન હતો. ઇમરાન ખાને મેટ્રોમાં મુસાફરી કરી એક કાંકરે બે પક્ષી માર્યા હતા. ઇમરાન ખાને સુરક્ષા વગર મેટ્રોમાં મુસાફરી કરી ભારતીય ન્યૂઝ ચેનલોને નીચા દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો જ્યારે મેટ્રોમાં મુસાફરી કરી ખુદના દેશની સ્થિતિની હાલત કેવી છે તે તેમને જણાવવાનો પ્રયાસ કર્યો હતો. ઇમરાન ખાન ડોનાલ્ડ ટ્રમ્પને મળીને પાકિસ્તાન માટે સહાય માંગી શકે છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળશે ઇમરાન ખાન

ઇમરાન ખાન સોમવારે વ્હાઇટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. મંગળવારે અમેરિકન વિદેશ મંત્રી માઇક પોંપિયો તેમને મળશે, આ સિવાય તે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના કાર્યકારી પ્રમુખ ડેવિડ લિપ્ટન અને વર્લ્ડ બેન્કના અધ્યક્ષ ડેવિડ માલાપાસ સાથે પણ મુલાકાત કરશે.

આ પહેલા, ઇસ્લામાબાદમાં રાજકીય સુત્રોએ જણાવ્યુ કે વડાપ્રધાનના એજન્ડામાં અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા, આતંકવાદીઓ અને તેમને આર્થિક મદદ કરનારાઓ વિરૂદ્ધ સરકારની કાર્યવાહી અને પાકિસ્તાનને અમેરિકન સેન્ય સહાયતા મામલે વાતચીત થશે.અમેરિકાને બતાવવા માટે પાકિસ્તાને ઇમરાનની યાત્રા પહેલા આતંકી હાફીઝ સઇદ વિરૂદ્ધ કાર્યવાહી પણ કરી છે અને તેને જેલમાં નાખી દેવામાં આવ્યો છે.

ઇમરાનનો અમેરિકામાં વિરોધ

ઇમરાન ખાનના અમેરિકન પ્રવાસને લઇને બલોચ,સિંધી અને મોહાજિર સહિત પાકિસ્તાનના કેટલાક ધાર્મિક લઘુમતી સમુદાય વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યાં છે. આ સમુદાયોએ વ્હાઇટ હાઉસ અને કેપિટલ હિલ એરેના સામે પણ વિરોધ કરવાની યોજના બનાવી છે. પાકિસ્તાન સરકાર હંમેશા બલોચ અને સિંધી સમાજ વિરૂદ્ધ અત્યાચાર કરવાનો આરોપ લગાવતી રહે છે.

ભારતે વર્લ્ડ બેન્ક પાસેથી દેવુ લેવાનો કેમ ઇનકાર કર્યો? અમરાવતી પર સંકટના વાદળ