Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતના મોસ્ટ સિનિયર MLAને ઠંડી લાગતાં, વિધાનસભાના અધ્યક્ષે પોતે જ સાલ મંગાવી

ગુજરાતના મોસ્ટ સિનિયર MLAને ઠંડી લાગતાં, વિધાનસભાના અધ્યક્ષે પોતે જ સાલ મંગાવી

0
5056

હિતેશ ચાવડા, ગાંધીનગર: 14મી વિધાનસભાનું ચોથું સત્ર આવતીકાલે પૂરું થશે. આ સત્રમાં રાજ્યનું બજેટ રજૂ થયું અને વિધેયકો પણ રજુ અને મંજૂર કરવામાં આવ્યા. પરંતુ વિધાનસભા ગૃહમાં આ સિવાય પણ ઘણાં બિનરાજકીય દૃશ્યો જોવા મળ્યા જેમાં વિધાનસભામાં કડક રહીને ગૃહ ચલાવતાં અધ્યક્ષ રાજ્યના મોસ્ટ સિનિયર ધારાસભ્ય પ્રત્યે માણસ સહજ લાગણી દાખવતાં જોવા મળ્યા.

જેમાં બે કિસ્સા એવા સામે જેમાં છોટા ઉદેપુર બેઠકથી ચૂંટાયેલા મોસ્ટ સિનિયર અને 10મી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા મોહનસિંહ રાઠવા કે જેમની તબિયત ઘણાં સમયથી ઠીક નથી તેઓ જ્યારે ગૃહમાં વકતવ્ય આપવા ઉભા થયાં ત્યારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને બેસીને વક્તવ્ય આપવા જણાવ્યું હતું. જ્યારે બીજો કિસ્સો આજે બન્યો જ્યારે ACના કારણે ગૃહમાં ઠંડુ વાતાવરણ હોવાને કારણે મોહનસિંહ રાઠવાને ઠંડી લાગતી હોવાનું જણાવી આવતા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ચિઠ્ઠીમાં લખીને સાલ મંગાવી હતી અને મોહનસિંહ રાઠવાને આપવા જણાવ્યું હતું. આ ઘટના સિવાય પણ અવાર નવાર વિધાનસભામાં એવા કિસ્સાઓ બનતા હોય છે, જેમાં રાજકીય આક્ષેપ બાજીઓ સિવાય માનવસહજ વ્યવહારો જોવા મળતાં હોય છે.

વિધાનસભા ગૃહમાં ભાજપ, કોંગ્રેસ, BTP, NCP અને અપક્ષ સભ્યો છે, જેઓની રાજકીય વિચારધારા અને રાજનીતિ અલગ અલગ હોય છે, પરંતુ જ્યારે એક વ્યક્તિ તરીકેની વાત આવે ત્યારે જમવાનું હોય કે કોઇ અગત્યની ચર્ચા હોય કે મુદ્દો હોય, ધારાસભ્યો એક સામાન્ય વ્યક્તિ અને નાગરિક તરીકે વર્તન કરતાં જોવા મળે છે અને ક્યારેક લાઈટર મુમેન્ટમાં ગૃહમાં હાસ્ય ભાવો પણ અધ્યક્ષ સ્થાને અને ગૃહના સભ્યો દ્વારા કરવામાં આવતું હોય છે.

ખાનગી યુનિવર્સિટી બિલનો વિદ્યાર્થી સેના દ્વારા ઉગ્ર વિરોધ, નામંજૂર કરવા અપીલ