Gujarat Exclusive > દેશ-વિદેશ > IMA પોન્જી સ્કેમ: દુબઇથી પરત ફરતા આરોપી મંસૂર ખાનની ધરપકડ, ED કરી રહી છે પૂછપરછ

IMA પોન્જી સ્કેમ: દુબઇથી પરત ફરતા આરોપી મંસૂર ખાનની ધરપકડ, ED કરી રહી છે પૂછપરછ

0
267

આઇ મોનિટરી અડવાઇજર (IMA) પોન્ઝી કૌભાંડ મામલે IMAના સંસ્થાપક મંસૂર ખાનને શુક્રવારની સવારે દિલ્હી એરપોર્ટથી (ED)એ ધરપકડ કરી છે. આગળની પૂછપરછ માટે તેને દિલ્હી સ્થિત ED કાર્યાલય લઇ જવામાં આવ્યો છે. ઇડી તેને અટકાયતમાં લઇને હવે પૂછપરછ કરી રહી છે.

પોન્જી સ્કીમ એક વિશ્વાસઘાત છે, જેમાં રોકાણકારોને લુભાવવા માટે નવા રોકાણ માટે લેવામાં આવેલા પૈસાને જૂના રોકાણકારોને લાભ તરીકે આપવામાં આવે છે. મંસૂર ખાન પર ઇસ્લામિક બેન્કના નામ પર હજારો લોકો નો વિશ્વાસઘાત કરવાનો આરોપ છે.

આ વચ્ચે સમાચાર છે કે મંસૂર ખાન સાથે પૂછપરછ માટે બેંગલુરૂથી પણ એક અધિકારીઓની ટીમ પૂછપરછ માટે દિલ્હી આવી રહી છે. આ પહેલા મંસૂર ખાને એક વીડિયો જાહેર કરી ભારત પરત ફરવાની વાત કહી હતી. મંસૂર ખાને કહ્યું હતું કે હું આગામી 24 કલાકમાં ભારત આવીશ, મને ભારતીય ન્યાયપાલિકા પર પુરો વિશ્વાસ છે.

મંસૂર ખાને કહ્યું હતું કે ભારત છોડવુ તેની સૌથી મોટી ભૂલ હતી પરંતુ સ્થિતિ એવી બની ગઇ હતી કે દેશ છોડીને જવુ પડ્યુ. મંસૂરે કહ્યું હતું, હું એમ પણ નથી જાણતો કે મારો પરિવાર ક્યાં છે? તેને દેશ પરત આવ્યા બાદ સૌથી પહેલા બેંગલુરૂમાં પોતાના પરિવારને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

શું છે આખી ઘટના?

મંસૂર ખાન પર ઇસ્લામિક બેન્કના નામે આશરે 30 હજાર મુસલમાનોને ઠગવાનો આરોપ છે. મંસૂર ખાન પર આરોપ છે કે તે આશરે 2000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને દુબઇ ભાગી ગયો હતો.
આઇએમએએ પોતાની સ્કીમમાં 14થી 18 ટકાના ભારે રિટર્નની લાલચ આપીને હજારો રોકાણકારોનો વિશ્વાસઘાત કર્યો હતો, જે બાદ આશરે 25 હજાર લોકોએ વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે આઇએમએ જયનગરના કાર્યાલયમાં અને મંસૂર ખાનના ઘરે રેડ મારી હતી, જેમાં કરોડો રૂપિયાની જ્વેલરી અને દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે વિશ્વાસઘાતના આ મામલામાં ઇડીએ મંસૂર ખાન વિરૂદ્ધ જૂનમાં ત્રીજુ સમન જાહેર કર્યુ હતું. જેની હેઠળ મંસૂર ખાનને 3 જુલાઇએ ઇડી સામે રજૂ થવા માટે કહેવામાં આવ્યુ હતું.

પાકિસ્તાનને કુલભૂષણ જાધવને તુરંત છોડવાની ભારતની માંગ