Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ILFSએ સારી રેટિંગ માટે રીયલ મેડ્રિડ મેચની ટિકિકો, લક્ઝરી વિલા પર છૂટ જેવી ભેટો આપી

ILFSએ સારી રેટિંગ માટે રીયલ મેડ્રિડ મેચની ટિકિકો, લક્ઝરી વિલા પર છૂટ જેવી ભેટો આપી

0
197

આઈએલએફએસ મેનેજમેન્ટે પોતાની સારી રેટિંગ માટે એજન્સીઓના મોટા અધિકારીઓ, મેનેજરોન અને તેમના પરિવારના સભ્યોને રીયલ મેડ્રિડ ફુટબોલ મેચની ટિકિટો અને લક્ઝરી વિલા પર ભારે છૂટ જેવી ભેટો આપી. આઈએલએફએસ કૌંભાડ સાથે જોડાયેલ તપાસમાં આ વાત સામે આવી છે.

સરકાર દ્વારા નિયુક્ત આઈએલએફએસના નવા નિર્દેશક મંડળે ગ્રાન્ટ થોર્ટનને કંપનીનું ફોરેન્સિક ઓડિટનુ કામ સોપ્યું છે. આ તપાસમાં સમૂહ દ્વારા લગભગ 90,000 કરોડ રૂપિયાથી વધારેની ચૂકવણીમાં અસફળ રહી અને સમૂહના ટોચના મેનેજમેન્ટ દ્વારા સંદિગ્ધ રીતે ખોટા કામ કરવાની ઓળખ થઈ છે. વચગાળાની ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં રેટિંગ એજન્સીઓની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી છે. ગ્રાન્ટ થોર્ટને કેટલીક એવી બાબતોનો ઉલ્લેખ કર્યો છે, જ્યાં કંપનીના મેનેજમેન્ટે રેટિંગ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ અને તેમના પરિવારના સભ્યોને કેટલીક રીતની ભેટો અને લાભ આપ્યા છે.

તપાસમાં સપ્ટેમ્બર 2012થી ઓગસ્ટ 2016 વચ્ચે આ સંબંધમાં થયેલ કેટલાક ઈમેલનો પણ ઉલ્લેખ કર્યો છે. આઈએલએફએસ સમૂહને રેટિંગ આપનારમાં કેર, ઈક્રા, ઈન્ડિયા રેટિંગ્સ અને બ્રિકવર્ક એજન્સીઓ પ્રમુખ છે. આમાં જાણવા મળ્યું છે કે, આઈએલએફએસ ફાયનાન્સિયલ સર્વિસેસ (આઈએફઆઈએન)ના પૂર્વ મુખ્ય કાર્યકારી રમેશ બાવાએ ફિચ રેટિંગ્સના દક્ષિણ અને દક્ષિણ એશિયાની સંસ્થાના પ્રમુખ અંબરીશ શ્રીવાસ્તવની પત્નીને એક વિલા ખરીદવામાં મદદ કરી.

કંપનીના વધુ એક મેલથી ખબર પડી કે, બ્રિકવર્ક રેટિંગ્સના સંસ્થાપક અને નિર્દેશક ડી. રવિશંકરે અરૂણા સાહાને ધન્યવાદ કહ્યું છે. સાહા તે સમયે આઈએફઆઈએનના સંયુક્ત નિર્દેશક હતા. સાહાએ રવિશંકરને તેમના પુત્ર માટે સ્પેનમાં રીયલ મેડ્રિડની ફુટબોલ મેચ જોવા માટે ટિકિટ ઉપલબ્ધ કરાવી હતી. વધુ એક ઈમેલમાં સાહા આઈએલએફએસના મુખ્ય રિસ્ક ચીફ અધિકારી સુજોય દાસને કેરના મેનેજમેન્ટ નિર્દેશક રાજેશ મોકાશી માટે તેમની પસંદની ફિટબિટ બેન્ડ ખરીદવાનું કહી રહ્યાં છે.

ગુજ. યૂનિ. કુલપતિ હિમાંશુ પંડ્યા PM મોદીને પણ નથી ગાંઠતા, આપે છે બોગસ સંસ્થાઓને માન્યતા