Gujarat Exclusive > યુથ > મનોરંજન > વ્હાઇટ બિકિનીમાં ઇલિયાના ડિક્રૂજનો બોલ્ડ અવતાર, જુઓ બોલિવૂડ એક્ટ્રેસની હોટ તસવીરો

વ્હાઇટ બિકિનીમાં ઇલિયાના ડિક્રૂજનો બોલ્ડ અવતાર, જુઓ બોલિવૂડ એક્ટ્રેસની હોટ તસવીરો

0
729

ઇલિયાના ડિક્રૂજ (Ileana D’Cruz) છેલ્લા ઘણા સમયથી બોલિવૂડથી દૂર છે. જોકે,સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ફેન્સ સાથે ટચમાં રહે છે. ઇલિયાના ડિક્રૂજે (Ileana D’Cruz) તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સિજલિંગ થ્રોબેક તસવીર શેર કરી છે.

થ્રો બેક તસવીરમાં ઇલિયાના વ્હાઇટ બિકિનીમાં જોવા મળી રહી છે. ખુલ્લા વાળ, મિનિમલ મેકઅપ અને વ્હાઇટ તસવીરમાં ઇલિયાનાનો બોલ્ડ અંદાજ જોવા મળે છે. ઇલિયાનાએ પોતાની આ તસવીરનું કેપ્શન આપ્યુ છે.’Throwback on a Friday 🕺🏻’

ઇલિયાના અનીસ બજમીની ફિલ્મ પાગલપંતીથી બોલિવૂડમાં કમબેક કરવા જઇ રહી છે, અત્યારે લંડનમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે.મહત્વપૂર્ણ છે કે ઇલિયાના ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્ર્યૂ નીબોન સાથે પોતાના સબંધ અને સીક્રેટ વેડિંગને લઇને ચર્ચામાં રહી ચુકી છે. ઇલિયાના કેટલીક વખત મુંબઇમાં એન્ડ્ર્યૂ સાથે હેંગઆઉટ કરતા જોવા મળી છે.

ઇલિયાનાની ફિલ્મી કરિયરની વાત કરીએ તો બોલિવૂડમાં શરૂઆત પહેલા તમિલ અને તેલુગુમાં ઘણી હિટ ફિલ્મ આપી છે. તેલુગુ ફિલ્મ ‘દેવદાસુ’માં પોતાની એક્ટિંગ દ્વારા ઇલિયાનાને બેસ્ટ ફિમેલ ડેબ્યૂ-સાઉથનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો.

આ સિવાય તે બોલિવૂડમાં બરફી, રૂસ્તમ, બાદશાહો અને રેડ જેવી ફિલ્મમાં કામ કરી ચુકી છે.અત્યારે ઇલિયાના પાગલપંતીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, અનિલ કપૂર, ઉર્વશી રૌતેલા અને અર્શદ વારસી જેવા કલાકાર જોવા મળશે. આ ફિલ્મ નવેમ્બર 2019માં રિલીઝ થશે.

આ એક્ટ્રેસે એન્જિનિયરિંગ છોડી બૉલિવૂડમાં મુક્યો હતો પગ, પ્રથમ ફિલ્મથી જ મચાવી ધમાલ