Gujarat Exclusive > આપણી જરૂરિયાત > મહિને એક લાખ કમાવવા છે તો આ બિઝનેસ શરૂ કરો

મહિને એક લાખ કમાવવા છે તો આ બિઝનેસ શરૂ કરો

0
1073

જો તમે પણ નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યો છો તો, અમે તમને એક ખાસ ધંધા વિશે જણાવીશુ. આ ધંધાને શરૂ કરી તમે સારી કમાણી કરી શકો છો. આ લિસ્ટમાં એક બિઝનેસ છે કેળાની ચિપ્સ બનાવવાનો. કેળાની ચિપ્સ સ્વાસ્થ્ય માટે સારી હોય છે. આ સાથે જ આ ચિપ્સને લોકો વ્રતમાં પણ ખાય છે. કેળાની ચિપ્સ બાટાકાની ચિપ્સ કરતા વધારે પ્રચલનમાં છે, જેના કારણે આ ચિપ્સ વધારે માત્રામાં વેચાય છે. કેળાની ચિપ્સનું માર્કેટ સાઈઝ નાનુ છે, જેના કારણે મોટી બ્રાન્ડેડ કંપનીઓ કેળાની ચિપ્સ બનાવતી નથી. કેળાની ચિપ્સ બનાવવાનો બિઝનેસનો વધારે સારો સ્કોપ છે.

કેળાની ચિપ્સ બનાવવા માટે વિભિન્ન પ્રકારની મશીનરી પ્રયોગમાં લેવામાં આવે છે, અને કાચા માલ તરીકે મુખ્યરૂપે કાચાકેળા, મીઠુ, ખાદ્ય તેલ અને અન્ય માસાલા ઉપયોગમાં લેવામાં આવે છે.

કેળાને ધોવાનું ટેન્ક અને કેળાને છોલવાનું મશીન કેળાના પાતળા પાતળા ટુકડા કાપવાનું મશીન ટુકડાઓને ફ્રાય કરવાનું મશીન મસાલા વગેરે મિલાવવાનુ મશીન પાઉચ પ્રિંટિંગ મશીન પ્રયોગશાળા ઉપકરણ

કેળાનો બિઝનેસ શરૂ કરવા માટે તમે આ મશીન indiamart અથવા alibaba પરથી ખરીદી શકો છો. આ મશીનને રાખવા માટે તમારે ઓછામાં ઓછી 4000-5000 sq. ફુટની જગ્યાની જરૂરત હશે. આ મશીન તમને 28 હજારથી લઈ 50 હજાર સુધીમાં મળી જશે.

1 લીટર ડિઝલ 80 રૂપિયાના હિસાબે 11 લીટર થાય છે, જે 900 રૂપિયાનું થશે. મીઠુ અને મસાલાના વધારેમાં વધારે 150 રૂપિયા. તો 3200 રૂપિયામાં 50 કિલો ચિપ્સ બનીને તૈયાર થઈ જશે. મતલબ કે, એક કિલો ચિપ્સનું પેકેટ પેકિંગ કોસ્ટ સાથે 70 રૂપિયામાં પડશે. જે તમે સરળતાથી ઓનલાઈન કે, કિરાણા સ્ટોર પર 90થી 100 રૂપિયા કિલોમાં વેચી શકશો.

જો આપણે 1 કિલો પર 10 રૂપિયાનો નફો પણ વિચારીએ તો, તમે દિવસના 4000 રૂપિયા સરળતાથી કમાણી કરી શકો છો. એટલે કે, મહિનામાં તમારી કંપની 25 દિવસ પણ કામ કરો છો તો, તમે એક મહિનામાં 1 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.

બાઇક ચલાવતા સમયે હવે સાચવજો, હેલ્મેટ ના પહેર્યુ તો 1 હજારનો થશે દંડ, મોટર વાહન સંશોધન બિલ પાસ