Gujarat Exclusive > દેશ-વિદેશ > ICMRના પ્રથમ નેશનલ SERO સર્વેનું ચોંકાવનારું પરિણામ સામે આવ્યું

ICMRના પ્રથમ નેશનલ SERO સર્વેનું ચોંકાવનારું પરિણામ સામે આવ્યું

0
41

નવી દિલ્હી: ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ દેશભરના પ્રથમ તબક્કાના સીરો સર્વે (Sero Survey)નું પરિણામ જાહેર કરી દીધુ છે. આ પરિણામ ચોંકવાનારા છે. સર્વે પ્રમાણે, મે મહિના સુધી દેશમાં લગભગ 64 લાખ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયા છે.

પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરે આ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો છે. મેં મહિના સુધી 0.73 ટકા પુખ્ત એટલે કે 64 લાખ (64,68,388) લોકોના કોરોના વાઈરસના સંપર્કમાં આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સર્વેનું અનુમાન છે કે, RT-PCR ટેસ્ટથી કોરોનાના દરેક કેસની પુષ્ટિ માટે ભારતમાં 82-130 સંક્રમણ હતો. સેરો સર્વેથી જાણવા મળ્યું છે કે, ગામમાં અંદાજે 44 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે.

આ પણ વાંચો:  રાજકોટમાં કોરોના બેકાબૂ, 100થી વધુ તબીબો સંક્રમિત થતાં તંત્ર હરકતમાં

શું હોય છે સીરો સર્વે?
આ સર્વે અંતર્ગત સામાન્ય રીતે તપાસવામાં આવે છે કે, આખરે ક્યા જિલ્લા કે શહેરમાં કેટલા લોકો કોરોનાથી સંક્રમિત થઈને સ્વસ્થ થઈ ગયા છે. શરીરમાં ઉપસ્થિત એન્ટીબૉડીથી તેની ઓળખ કરી શકાય છે. આ ઉપરાંત એ પણ જાણી શકાય છે કે, શું કોઈ કોરોના કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનની લગોલગ તો નથી પહોંચી ગયું ને! સીરો સર્વેનો પ્રથમ તબક્કો આ વર્ષે અલગ-અલગ શહેરો અને રાજ્યોમાં લૉકડાઉન દરમિયાન મે મહિનામાં કરવામાં આવ્યો હતો.

સર્વેના પરિણામ
ICMRના જણાવ્યા પ્રમાણે, આ સર્વે 11 મે થી 4 જૂન વચ્ચે કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન 4,28,000 પુખ્ય વયના લોકોના સેમ્પલ લેવામાં આવ્યા. આ સર્વે રાજ્યોના 70 જિલ્લાઓમાં કરાવવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાં થયો. વિસ્તારની દ્રષ્ટિએ પોઝિટિવિટી રેટ જેમનો તેમ જ રહ્યો. જેમાં ગ્રામણી- 69.4%, શહેરી સ્લમ એરિયા-15.9%, શહેરી નૉન સ્લમ એરિયા 14.6%. ઊંમરના પ્રમાણે પોઝિટિવિટી રેટ આ પ્રકારે રહ્યું. 18-45 વર્ષ 43.3 ટકા, 46.60 વર્ષ- 39.5 % અને 60 વર્ષની ઉપરના 17.2 % છે.

ગ્રામ્ય વિસ્તારોમાં વધી ચિંતા
દેશમાં કોરોનાના કેસ 40 લાખના આંકડાને પાર કરવા સાથે જ તેના ગ્રામીણ વિસ્તારોમાં ફેલાવાને લઈને ચિંતા વધી ગઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓનો અભાવ હોવાથી આ સ્થિતિ ઉભી થઈ છે. ભારતની 1.3 અબજ વસ્તીના 65 % ભાગ ગામોમાં છે. જેમાંથી 94.76 ટકા વસ્તી સંક્રમણના જોખમનો સામનો કરી રહી છે.

.