Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > IAS દહિયા સામે મહિલાના ગંભીર આરોપ બાદ CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

IAS દહિયા સામે મહિલાના ગંભીર આરોપ બાદ CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

0
459

ગુજરાત કેડરના IAS ગૌરવ દહિયા અને દિલ્હીની મહિલા વચ્ચેના પ્રેમ પ્રકરણ વધારે ગોળાતું જાય છે, તેવામાં આ મામલામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ તપાસમાં ત્રણ IAS અધિકારીઓ સહિત પાંચ સભ્યોની તપાસ સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ તપાસ સમિતિને પોતાનો અહેવાલ સત્વરે રજૂ કરવા પણ સૂચનાઓ આપવામાં આવ્યાં છે. સીએમ રૂપાણીનાં આ નિર્ણય અનુસાર જે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે તેમાં અધ્યક્ષા તરીકે અગ્ર સચિવ સૂનયના તોમર રહેશે. તપાસ સમિતિના અન્ય સભ્યોમાં IAS મમતા વર્મા , IAS સોનલ મિશ્રા તથા બિનસરકારી સભ્ય તરીકે નિવૃત્ત સંયુકત સચિવ દેવીબહેન પંડયા અને સભ્ય સચિવ તરીકે નાયબ સંયુકત કે અધિક સચિવ કક્ષાના અધિકારી રહેશે.

આ સાથે ગૌરવ દહિયા નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર તરીકે ફરજ બજાવતા હતા. તે દરમ્યાન તેમની સામે આક્ષેપો થતાં રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી તા. 22 જુલાઇએ તેમની બદલી કરીને સંયુકત સચિવ (આયોજન) સામાન્ય વહીવટ વિભાગમાં મૂકેલા છે.

ગુજરાતનાં આઈએએસ અધિકારી સામે જે મહિલાએ ફરિયાદ કરી છે તેમણે ઘણાં જ ગંભીર આરોપ લગાવ્યાં છે. તેમણે અમારાસંવાદદાતા સાથે વાત કરતા જણાવ્યું કે, દહિયા એક આઈએએસ અધિકારી છે પરંતુ તેની વિચાર શક્તિ ઘણી જ નિમ્ન કક્ષાની છે. તેમણે જણાવ્યું કે ગૌરવ દહિયાને પુત્રીઓથી ઘણો જ અણગમો છે.

આ છે TOP-10 સેલિબ્રિટી, જે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને રળે છે કરોડો રૂપિયા

જ્યારે તેમની દીકરી થઇ ત્યારે મને ડર હતો કે ગોરવ તેની સાથે કંઇ ખરાબ ન કરે. ગૌરવે સવા મહિનાની તેમની દીકરી થઇ ત્યારે તેમને માર માર્યો હતો. ગૌરવને પોતાના માટે તો નવી નવી છોકરીઓનો શોખ છે પરંતુ સંતાન તરીકે બાળકી આવે તે જરાપણ ગમતું ન હતું. મને દીકરી આવ્યાં પછી ગૌરવનાં પરિવારમાંથી કોઇએ પણ મારો સંપર્ક કે ફોન પણ નથી કર્યો.