Gujarat Exclusive > દેશ-વિદેશ > આજે ભારતીય વાયુસેનામાં સત્તાવાર રીતે સામેલ થશે રાફેલ ફાઈટર જેટ

આજે ભારતીય વાયુસેનામાં સત્તાવાર રીતે સામેલ થશે રાફેલ ફાઈટર જેટ

0
47
  • રાફેલ માટે અંબાલામાં ભવ્ય સમારોહનું આયોજન

  • સરહદ પર તનાવ વચ્ચે IAFની તાકાતમાં થશે વધારો

નવી દિલ્હી: સરહદ પર ચાલી રહેલા તનાવ વચ્ચે ભારતીય વાયુસેના (Indian Air Force) સત્તાવાર રીતે આજે અંબાલા એરબેઝ પર રાફેલ ફાઈટર જેટ (Rafale Fighter Jets)ને સામેલ કરશે. IAF દ્વારા આ સંદર્ભે જાણકારી આપતા કહેવામાં આવ્યું હતું કે, આ દરમિયાન ભારતના ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ (Rajnath Singh)અને તેમના ફ્રાન્સ સમકક્ષ ફ્લોરેન્સ પારલી પણ હાજર રહેશે.

ઈન્ડિયન એરફોર્સ દ્વારા ઓર્ડર કરવામાં આવેલા 36માંથી 5 રાફેલ હત 29 જુલાઈના અંબાલા એરબેઝમાં આવ્યા હતા. આ સાથે પોતાની લડવાની ક્ષમતા વધારવા માટે નવા ફાઈટર જેટ્સ માટેનો વાયુસેનાની આતુરતાનો અંત આવ્યો છે.

જ્યાં વાયુસેના અધ્યક્ષ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓએ રાફેલ અને તેના પાયલટોના આગમન પર તેમનું સ્વાગત કર્યું હતું. હવે તેમને સ્ક્વૈડ્રનમાં સામે કરવા માટે એક સત્તાવાર સમારોહ આયોજિત કરવામાં આવી રહ્યો છે.

આ રાફેલ જેટ IAFના નંબર 17 સ્ક્વૈડ્રનનો ભાગ છે. જેને “ગોલ્ડન એરો”ના નામથી પણ ઓળખવામાં આવે છે.  જ્યાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, રક્ષા સચિવ અજય કુમાર, દસૉલ્ટ એવિએશનના ચેરમેન એરિક ટ્રેપિયર પણ ખાસ ઉપસ્થિત રહેશે. રાફેલનું નિર્માણ દસૉલ્ટ એવિએશન દ્વારા જ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:  Covid-19: 7 દિવસમાં ટોચના 4 દેશો કરતાં સૌથી વધુ કોરોના કેસ ભારતમાં

વાયુસેના દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસ રિલીઝ પ્રમાણે, અંબાલામાં આયોજિત આ કાર્યક્રમમાં રાફેલ વિમાનનું સત્તાવાર અનાવરણ, એક પારંપારિક સર્વ ધર્મ પૂજા, રાફેલ અને તેજસ વિમાનની સાથે-સાથે સારંગ હેલિકૉપ્ટર એરોબેટિક ટીમ દ્વારા હવાઈ કરતબનું પ્રદર્શન પણ સામેલ છે. આ સમારંભ બાદ ભારત અને ફ્રાન્સનું પ્રતિનિધિ મંડળ એક દ્વિપક્ષીય બેઠક કરશે.

આ અંગે અધિકારીઓનું કહેવું છે કે, 3 -4 રાફેલ ફાઈટર જેટ વિમાનોની આગામી બેંચ ઓક્ટોબરમાં ફ્રાન્સના અંબાલામાં પહોંચવાની આશા છે. તમામ ડિલીવરી 2021ના અંત સુધી પૂરી થઈ જશે. ભારતે સપ્ટેમ્બર 2016માં 59 હજાર કરોડ રૂપિયાના ભારત-ફ્રાન્સ સરકાર વચ્ચે ડીલમાં ફ્રાન્સ પાસેથી 36 રાફેલ જેટ ખરીદવાનો આદેશ આપ્યો હતો.

ડિફેન્સ એક્સપર્ટોના જણાવ્યા પ્રમાણે, નવા રાફેલ ફાઈટર જેટ એરફોર્સની આક્રમક્તાને વધારે સશક્ત બનાવશે, જે વાયુસેના માટે ગેમ ચેન્જર સાબિત થશે.

રાફેલમાં આપવામાં આવેલા હથિયારોમાં વિઝ્યુઅલ રેન્જ એર-ટૂ-એર મિસાઈલ, મીકા મલ્ટી-મિશન એર-ટૂ-એર મિસાઈલ અને સ્કૈલ્પ ડીપ-સ્ટ્રાઈક ક્રૂઝ મિસાઈલ સામેલ છે. આ એવા હથિયારો છે, જે ફાઈટર પાયલટને સ્ટેન્ડઑફ રેન્જ માટે હવામાં અને જમીન પર ટાર્ગેટને હુમલો કરવાની તાકાત આપે છે.