Gujarat Exclusive > દેશ-વિદેશ > એરફોર્સ વધુ તાકાતવર બન્યુ, અમેરિકાએ ભારતને સોપ્યા ચાર અપાચે ચૉપર

એરફોર્સ વધુ તાકાતવર બન્યુ, અમેરિકાએ ભારતને સોપ્યા ચાર અપાચે ચૉપર

0
314

ભારતીય વાયુસેનાને અમેરિકાએ પ્રથમ ભાગમાં ચાર અપાચે હેલિકોપ્ટર સોપ્યા છે. અમેરિકા એરોસ્પેસ કંપની બોઇંગે ભારતીય વાયુસેનાના 22 અપાચે લડાકુ હેલિકોપ્ટરમાંથી પ્રથમ ચાર હેલિકોપ્ટર આપવામાં આવ્યા છે જ્યારે વધુ ચાર હેલિકોપ્ટર આવતા અઠવાડિયે સોપવામાં આવશે.AAH 64E અપાચે હેલિકોપ્ટરોની પહેલી ખેપને હિન્ડન એયરબેસ પર ઉતારવામાં આવ્યા હતા. આ હેલિકોપ્ટરને કરોડો રૂપિયાની ડીલ થયાના ચાર વર્ષ પછી લાવવામાં આવ્યા છે.બોઇંગે કહ્યું કે, અપાચે હેલિકોપ્ટરની પ્રથમ ખેપ ભારત પહોચી ગઇ છે અને વધુ ચાર હેલિકોપ્ટર આવતા અઠવાડિયે મોકલવામાં આવશે.

કંપનીએ કહ્યું કે,‘આઠ હેલીકોપ્ટર પઠાનકોટ વાયુસેના સ્ટેશન મોકલવામાં આવશે. જેને સપ્ટેમ્બરમાં વાયુસેનામાં ઓપચારિક રીતે સમાવેશ કરવામાં આવશે.’ AAH 64E અપાચે વિશ્વની સૌથી અદ્યતન બહુહેતુક લડાકુ હેલિકોપ્ટરમાંનું એક છે.

ભારતીય વાયુસેનાએ સપ્ટેમ્બર 2015માં અમેરિકન સરકાર અને બોઈંગ લિમિટેડની સાથે 22 અપાચે હેલિકોપ્ટરો માટે કરોડો ડોલરના કરાર કરી હસ્તાક્ષર કર્યા હતા. આ ઉપરાંત સંરક્ષણ મંત્રાલયે 2017 માં બોઇંગથી 4168 કરોડની કિંમતે સેના માટે શસ્ત્રો સાથે છ અપાચે હેલિકોપ્ટર ખરીદવાની મંજૂરી આપી હતી. ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અપાચે ફ્લીટની સંડોવણી દળના લડવૈયા દળોમાં વધારો કરશે. કારણ કે હેલિકોપ્ટરે એરફોર્સની ભાવિની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બદલાવ કર્યા છે.

બોઇંગે કહ્યું, ‘2020 સુધી ભારતીય વાયુસેના 22 અપાચે હેલિકોપ્ટરનું સંચાલન કરશે અને આ હેલિકોપ્ટર નિર્ધારીત સમય પહેલા આવી ગયા છે.’

નાની બહેનનો જીવ બચાવવા મોટી બહેને આપી કુરબાની, બની ગઇ હીરો, તસવીર વાયરલ