Gujarat Exclusive > દેશ-વિદેશ > DRDOએ કર્યું હાયપરસોનિક સ્પીડ ફ્લાઇટનું સફળ પરીક્ષણ, PM મોદીએ શુભેચ્છા પાઠવી

DRDOએ કર્યું હાયપરસોનિક સ્પીડ ફ્લાઇટનું સફળ પરીક્ષણ, PM મોદીએ શુભેચ્છા પાઠવી

0
53

નવી દિલ્હી: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ સોમવારે ઓડિશા દરિયાકાંઠે આવેલા ડો અબ્દુલ કલામ આઇલેન્ડથી માનવરહિત સ્ક્રેમજેટની હાયપરસોનિક સ્પીડ ફ્લાઇટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. હાયપરસોનિક ક્રુઝ મિસાઇલ સિસ્ટમ (Hypersonic Technology Demonstrator Vehicle)ના વિકાસને આગળ વધારવા માટે આજનું પરીક્ષણ એ એક મોટું પગલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ માટે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવી અને તેમની પ્રશંસા કરી છે.

પીએમ મોદીએ ટ્વીટ કર્યું,

“હાયપરસોનિક ટેસ્ટ ડિમોન્સ્ટ્રેશન વ્હીકલની સફળ ઉડાણ માટે ડીઆરડીઓને શુભકામનાઓ. અમારા વૈજ્ઞાનિકોએ સ્ક્રેમજેટ એન્જિનો વિકસાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. તેની ગતિ ધ્વનિની ગતિથી છ ગણી વધુ હશે. આજે, બહુ ઓછા દેશો પાસે આવી ક્ષમતા છે.”

આ પણ વાંચો: Video:પાકિસ્તાની મુસ્લિમ યુવતીએ ‘ટ્રમ્પ મારા પિતા’ કહી મચાવી સનસનાટી

ખાસિયત શું હશે?

એચએસટીડીવી (હાઇપરસોનિક ટેકનોલોજી ડિમોન્સ્ટ્રેટર વ્હીકલ વાહન- Hypersonic Technology Demonstrator Vehicle) હાયપરસોનિક સ્પીડ ફ્લાઇટ માટેનું માનવરહિત સ્ક્રામજેટ પ્રદર્શન વિમાન છે. જે 6126થી 12251 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે તે વિમાનને હાયપરસોનિક વિમાન કહેવામાં આવે છે. ભારતની એચએસટીડીવી પરીક્ષણ 20 સેકંડથી ઓછું હતું. 12,251 કિમી/કલાક એટલે કે 3.40 કિમી/સેકન્ડની ગતિ. આટલી ગતિથી જ્યારે આ દુશ્મન પર હુમલો કરશે તો તેને છટકી જવાનો મોકો નહીં મળે.

Hypersonic Technology Demonstrator Vehicle ના સફળ પરીક્ષણ પછી જો તેને બનાવીને ઉડાવવામાં સફળ થઈ જશે તો ભારત આવી તકનીકી પ્રાપ્ત કરનારા દેશોની પસંદગીની ક્લબમાં સામેલ થઇ જશે. આ વિમાનનો ઉપયોગ મિસાઇલો અને ઉપગ્રહોને લોંચ કરવા માટે થઈ શકે છે. ઓછા ખર્ચે સેટેલાઇટ લોંચ કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.