Gujarat Exclusive > દેશ-વિદેશ > સાંપ-મકોડા ખાનારાની સાથે મોદી અને ઓબામા સહિતની હસ્તીઓ કેમ?

સાંપ-મકોડા ખાનારાની સાથે મોદી અને ઓબામા સહિતની હસ્તીઓ કેમ?

0
4650

ડિસ્કવરી ચેનલના જાણીતા શો Man Vs Wildના એક એપિસોડમાં શોના હોસ્ટ બીઅર ગ્રિલ્સ સાથે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોવા મળશે. ડિસ્કવરી ચેનલે જાણકારી આપતા જણાવ્યુ કે આ ખાસ શોનું શૂટિંગ ઉત્તરાખંડના જિમ કૉર્બેટ નેશનલ પાર્કમાં થયુ છે. બીઅર ગ્રિલ્સે આ એપિસોડનો પ્રોમો ટ્વીટ કર્યો છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોનો પ્રોમો ટ્વિટર પર શેર કર્યો છે. ડિસ્કવરી પર નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટે પ્રસારિત થનારા એપિસોડમાં જોવા મળશે.જોકે, મોદી પહેલા વ્યક્તિ નથી જે આ શોમાં આવી ચુક્યા હોય, આ પહેલા પણ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિતની હસ્તીઓ આ શોનો ભાગ બની ચુકી છે.

બરાક ઓબામા સાથે પણ શો કરી ચુક્યા છે બેઅર ગ્રિલ્સ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા આવા જ એક કાર્યક્રમમાં બેઅર ગ્રિલ્સ સાથે નજરે પડી ચુક્યા છે. ગ્રિલ્સના આ શોમાં વિશ્વની કેટલીક જાણીતી હસ્તી હાજરી આપી ચુકી છે. આ શો પુરી દુનિયામાં કરોડો લોકો દ્વારા દેખવામાં આવે છે, જે શોમાં ઓબામાએ હાજરી આપી હતી તેમાં તે અલાસ્કન ફ્રંટિયર પર ચઢાઇ કરતા જોવા મળ્યા હતા. આ શોમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિએ જલવાયુ પરિવર્તન અને વન્ય જીવોના સંરક્ષણ જેવા મુદ્દા પર ચર્ચા કરી હતી.

આ સેલેબ્સ પણ આવી ચુક્યા છે બેઅર ગ્રિલ્સના શોમાં

બ્રિટિશ બોક્સર એન્ટોની જોશુઆ પણ આ શોમાં આવી ચુક્યો છે,નીક જોનાસ, જુલિયા રોબર્ટ્સ,રોજર ફેડરર, કેટ વિન્સલેટ સહિતની હસ્તીઓ આ શોનો ભાગ બની ચુકી છે.

જંગલમાં મંગલ: 40 વર્ષો બાદ ફરી ખતરનાક જંગલોમાં જોવા મળશે PM મોદી