Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > નોકરી કેવી રીતે મળશે જ્યારે બેરોજગારોએ જ ફગાવી દીધો રોજગારીનો મુદ્દો

નોકરી કેવી રીતે મળશે જ્યારે બેરોજગારોએ જ ફગાવી દીધો રોજગારીનો મુદ્દો

0
1269

જૂનમાં નિકાસના આંકડા 41 મહિનાઓમાં સૌથી ઓછા રહ્યાં છે. આયાત પણ 9 ટકા ઓછી થઈ ગઈ છે. જે 34 મહિનામાં સૌથી ઓછી છે. સરકાર માને છે કે, દુનિયાભરમાં ચાલી રહેલા બિઝનેસને લઈને ચાલી રહેલ કોલ્ડવોરના કારણે આવું થયું છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ તું-તું મે-મેની અસર ભારત પર પડી હોવાની વાતો પણ આપણને સાંભળવા મળે છે.

સરકારે 2018-19 અને 2019-20 દરમિયાન પેટ્રોલિયન ઉત્પાદકો પર સરચાર્જ લગાવીને 17000 કરોડ રૂપિયા વસૂલ્યા છે. બિઝનેસ સ્ટેન્ડર્ડ લખે છે કે, સરકાર આ પૈસાને અન્ય સરકારી ઉપર ખર્ચ કરશે. જે ચીજો માટે સરચાર્જ લેવામાં આવ્યો હતો તેમાં તે પૈસાનો ઉપયોગ કરવામાં આવશે નહીં. કાયદાથી આ પૈસા નેશનલ હાઇવે ઓથોરિટીને મળવા જોઈતા હતા, ખાસ કરીને એવા સમયે જ્યારે હાઈવે માટે પૈસાની તંગી થઈ રહી છે. પોતાના પૈસા અન્ય કોઈ જગ્યાએ ખપાવીને પરિવહન મંત્રાલય ખાનગી ઓપરેટરોની શોધ કરી રહ્યાં છે.

સરકાર સાર્વભૌમ બોન્ડ ( sovereign bond) દ્વારા વિદેશોથી લોન લેવાની તૈયારી કરી રહી છે. બજેટમાં જાહેરાત થઈ છે. બિઝનેસ સ્ટેન્ડર્ડના સમાચાર અનુસાર સરકાર ધીમે-ધીમે લોન લેવાની દિશામાં પગલા ભરશે. હોંગકોંગ, ન્યૂયોર્ક, સિંગાપુર અને લંડનમાં આ બોન્ચ લોન્ચ થશે. 20 વર્ષ માટે આ બોન્ડ રજૂ થશે. શરૂઆતના તબક્કામાં સરકાર 3-4 અરબ ડોલરની લોન ઉઠાવવાની કોશિષ કરશે. ભારત જીડીપીના માત્ર 5 ટકા સાર્વભૌમ બોન્ડ દ્વારા વિદેશોમાંથી લોન લે છે. જે ઓછી છે. ભારત સરકાર પોતાનું બજેટ પૂરો કરવા માટે સાત લાખ કરોડની લોન લેશે. આને લઈને બિઝનેસ સમાચારોમાં ચર્ચા ચાલી રહી છે કે, આ ઠિક છે કે નહીં. આશા છે કે, ગુજરાત એક્સક્લૂઝિવ સિવાય અન્ય સમાચાર પત્રો પણ આના વિશે તમને વિસ્તૃતમાં માહિતી આપીને દેશની પરિસ્થિતિથી વાકેફ કરશે.

ઓટોમોબાઈલ સેક્ટરમાં ઉત્પાદન ઠપ્પ થવા અને વેચાણમાં મોટો ઘટાડો આવવાના કારણે કેટલા લોકોની નોકરીઓ ગઈ છે, તેની ઠોસ જાણકારી નથી. ક્યારેક કોઈ સમાચાર પત્રમાં 25000 છપાય છે તો કોઈ 30000 છાપે છે. પાછલા ત્રણ મહિનામાં વેચાણની હાલત પાછલા દસ વર્ષથી પણ ખુબ જ ખરાબ છે. ઉત્તરાખંડમાં આવેલ પંતનગરમાં આવેલ અશોક લેલન્ડની પોતાની ફેક્ટ્રી 9 દિવસ માટે બંધ કરી દેવામાં આવી કેમ કે, માંગ જ નહતી. પાછલા મહિને પણ પ્લાંટ બંધ હતો. આની અસર સ્ટીલ નિર્માતાઓ પર પણ પડી રહી છે. માંગ ઓછી થવાના કારણે પરિસ્થિતિ કફોડી છે. ટાટા સ્ટીલના ટીવી નરેન્દ્રને બિઝનેસ સ્ટેન્ડર્ડને કહ્યું છે કે, ઓલા અને ઉબેરના કારણે યુવા પેઢી ઓછી કારો ખરીદશે. આના કારણે માંગ ઘટાડો થઈ રહ્યો છે.

HIS Markit Indiaએ એક બિઝનેસ સર્વે કરાવ્યો છે. આ સર્વેમાં તે સામે આવ્યું છે કે, બિઝનેસ સેન્ટીમેન્ટ ત્રણ વર્ષમાં સૌથી ઓછું છે. પ્રાઈવેટ કંપનીઓએ પોતાનું આઉટ પુટ ગ્રોથ હવે 18 ટકાની જગ્યાએ 15 ટકા જ જોઈ રહી છે. ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે, તેથી આયાત મોંઘી થતી જઈ રહી છે. માંગ ઓછી થવાના કારણે સરકારની નીતિઓ પણ જવાબદાર છે.

લોન ના મળવાના કારણે રિયલ સ્ટેટ સેક્ટરની હાલત ખુબ જ ખરાબ છે. 20 ટકા વ્યાજ પર લોન લેવી પડી રહી છે.

કોર્પોરેટની કમાણી ઓછી થઈ રહી છે. ભારતની ટોચની કંપનીઓએ જણાવ્યું છે કે, દેવાનું પ્રમાણ વધી રહ્યું છે. સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓની હાલત પણ ખરાબ છે. જે રેશિયોમાં દેવું વધી રહ્યું છે તે રેશિયામાં શેરધારકોની કમાણી થઈ રહી નથી. જેના કારણે તેમની બેલેન્સશીટ કમજોર થઈ રહી છે.

સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) પ્રા.લિના સીઈઓ (CEO)મહેશ વ્યાસે લખ્યું છે કે, 2017-18માં કંપનીઓમાં રોજગાર વૃદ્ધિ દર 2.2 ટકા રહ્યું. 2016-17માં આ ટકાવારી 2.6 હતી. પાછલા વર્ષોની સરખામણીમાં રોજગારીના આંકડાઓમાં ઘટાડો થયો છે. જોકે, વેતનમાં વધારો થયો છે. મહેશ લખે છે કે, માત્ર 46 ટકા કંપનીઓએ જ રોજગાર વૃદ્ધિ નોંધાવી છે. 41 ટકા કંપનીઓમાં રોજગારી ઘટી છે. 13 ટકા કંપનીઓમાં રોજગારીમાં કોઈ જ ફેરફાર થયો નથી.

મહેશ વ્યાસ લખે છે કે, નોકરી મળવાની અને સેલરી વધવાનો સ્વર્ણ યુગ 2003-04થી 2008-09 હતો. 2013-14 સુધી કોર્પોરેટ સેક્ટરમાં રોજગારી વધી રહી છે. ત્યારે પણ જીડીપી 7 ટકા હતી. વેતન 10 ટકાની દરથી વધી રહ્યું હતુ અને રોજગાર 3.5 ટકાના દરથી. એટલે 7 ટકા જીડીપીની અસર દેખાઈ રહી હતી. આની સરખામણીમાં વર્તમાન સરકારની 7 ટકા જીડીપીના સમયગાળામાં આવું થતું જોવા મળી રહ્યું નથી. રોજગાર ઘટી રહ્યું છે અને વેતન ખુબ જ ઓછી રીતે વધી રહ્યું છે. મહેશ વ્યાસે બિઝનેસ સ્ટેન્ડડમાં લખ્યું છે.

તે ઉપરાંત ભારતમાં બધુ જ ઠિક છે. જિયોનો પણ ગામડાઓમાં ગ્રોથ સૌથી વધારે છે. વોડાફોન અને એરટેલે લાખો ગ્રાહકો વધારી દીધા છે. આનાથી વધારે ભારતમાં બધુ ઠિક ચાલી રહ્યું છે તેનું પ્રમાણ શું હોઈ શકે?

2019ની ચૂંટણી દુનિયાની લેન્ડમાર્ક ચૂંટણી હતી. 46 વર્ષમાં સૌથી વધારે બેરોજગારીનો મુદ્દો પણ ચાલી શક્યો નહીં. બેરોજગારોએ જ બેરોજગારીના મુદ્દાને ફગાવી દીધો. એવું લાગી રહ્યું છે કે, યુવાઓને બેરોજગાર રહેવું પસંદ છે પરંતુ બીજેપીને સત્તામાંથી બેદખલ કરવી પસંદ નથી. ખરેખર જોઈએ તો બીજેપીને યુવાઓનો આભાર માનવો જોઈએ કે, આજના યુવાઓ તેમના પાસે નોકરી માંગી રહ્યાં નથી.

બજેટના કેટલાક પાસાઓ તમને કરી નાંખશે બેચેન