Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ફેસબુક-ગૂગલને ભારતમાંથી વાર્ષિક ₹ 11,500 કરોડ રૂપિયા મળ્યાં

ફેસબુક-ગૂગલને ભારતમાંથી વાર્ષિક ₹ 11,500 કરોડ રૂપિયા મળ્યાં

0
64

નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media)ની દિગ્ગજ કંપનીઓ જેમ કે ફેસબુક (Facebook) અને ગૂગલ (Google) માટે ભારત (India) એક મોટું અને મહત્વનું બજાર છે. આ વાતનો અંદાજો એ બાબતથી જ લગાવી શકાય છે કે, નાણાંકીય વર્ષ 2019માં જ ગૂગલ અને ફેસબુકે ભારતથી ઑનલાઈન એડ (Online Adds) અને આવકના રૂપમાં 11,500 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ભારતમાં ડિજિટલ મીડિયા (Digital Media)ના પ્રભાવ સાથે જ મોટા પ્રમાણમાં જાહેરાત પણ ડિજિટલ મીડિયાને મળવા લાગી છે. એક રિસર્ચ અનુસાર, ભારતમાં 20 ટકા જાહેરાતો ડિજિટલ મીડિયા પર આપવામાં આવી રહી છે.

ઑનલાઈન એડ ક્ષેત્રના 68 ટકા માર્કેટ પર ફેસબુક અને ગૂગલનો કબ્જો છે. ફેસબુક અને ગૂગલ જ નહીં, અન્ય અનેક સોશિયલ મીડિયા કંપનીઓ પણ ભારતમાંથી મોટી કમાણી કરી રહી છે.

આ પણ વાંચો: નવા નંબરથી જૂનું વ્હોટ્સએપ એકાઉન્ટ ચલાવવું છે? તો સેટિંગમાં જઈને ફૉલો કરો આ સ્ટેપ્સ

દૈનિક ભાસ્કરના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2019માં જ ભારતીય કંપનીઓએ સોશિયલ મીડિયા પર એડ આપવામાં 3835 કરોડ રૂપિય ખર્ચ કર્યો હતો. જેમાંથી 25 ટકા રકમ પેઈડ સર્ચ પર ખર્ચ કરવામાં આવી હતી.

વાસ્તવમાં આપણા દેશની તાકાત એ છે કે, અહીં 68 કરોડથી વધુ ઈન્ટરનેટ યુઝર્સ થઈ ગયા છે અને ભારતમાં ડિજિટલ એડવર્ટાઈજિંગ સૌથી ઝડપથી આપણા દેશમાં આગળ વધી રહી છે. આજ કારણ છે કે, સોશિયલ મીડિયા કંપનીઓ અને ગૂગલ જેવી દિગ્ગજ કંપનીઓ ભારતને ખાસ મહત્વ આપી રહી છે.

ચીનની સાથે સરહદ પર ચાલી રહેલા તનાવ વચ્ચે ગત દિવસોમાં બેન કરવામાં આવેલી ટિકટૉક એપને જ ભારતમાંથી કરોડો રૂપિયાની કમાણી થઈ રહી હતી. આંકડા અનુસાર, ઓક્ટોબર 2019ના વચ્ચે જ ટિકટૉકએ ભારતથી 25 કરોડ રૂપિયા કમાણી કરી હતી. સપ્ટેમ્બર 2020 સુધી કંપનીનું લક્ષ્ય પોતાની આવક 100 કરોડ રૂપિયા સુધી લઈ જવાનું હતું.

આંકડા મુજબ, વર્ષ 2022 સુધી ભારતીય કંપનીઓ ઓનલાઈન જાહેરાત પર 28,249 કરોડ રૂપિયા ખર્ચ કરશે. વર્ષ 2019માં આ ખર્ચ 13,683 કરોડ રૂપિયા રહ્યું. દેશમાં ડિજિટલ એડવર્ટાઈઝીંગના ઝડપથી વધતા બિઝનેસનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે, વર્ષ 2025 સુધી ભારતનું ઓનલાઈન જાહેરાતનું માર્કેટ 58 હજાર કરોડ રૂપિયાથી વધુ થવાની આશા છે.