Gujarat Exclusive > The Exclusive > શાહીબાગમાં હોમગાર્ડ જવાને મહિલાની હત્યા કરી, ત્રણ આરોપી ફરાર

શાહીબાગમાં હોમગાર્ડ જવાને મહિલાની હત્યા કરી, ત્રણ આરોપી ફરાર

0
84

અમદાવાદ: શાહીબાગના ગણપતનગરમાં પાડોશીઓ વચ્ચેની રોજબરોજની તકરારમાં મહિલાની હત્યા કરી હોમગાર્ડ જવાન (homeguard killed the woman) સહિત ત્રણ જણા ફરાર થઈ ગયા છે. શાહીબાગ પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી તપાસ શરૂ કરી છે.

શાહીબાગ વિસ્તારમાં ગણપતનગરમાં રહેતા હર્ષિદાબહેનના પરિવારને પાડોશીઓ સાથે અવારનવાર તકરાર થતી હતી. સામાન્ય બાબતે થતી તકરારે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બનાવને પગલે બે પરિવારો સામસામે આવી ગયા હતા. જેમાં હર્ષિદાબહેનને હોમગાર્ડ જવાન (homeguard killed the woman) મનોજ સહીતના ત્રણ લોકોએ ચાકૂ ઘા માર્યા હતા. પત્નીને બચાવવા વચ્ચે પડેલા હર્ષિદાબહેનના પતિને (homeguard killed the woman) પણ ચાકૂનો ઘા વાગતા હાથમાં ઇજા પહોંચી હતી.

આ પણ વાંચો: માનવતા નેવે મૂકાઈઃ સગા મામાએ 9 માસના માસૂમ બાળકને માથામાં લાકડી મારી

બનાવને પગલે શાહીબાગ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે. શાહીબાગ પીઆઈ એ.કે.પટેલએ જણાવ્યું હતું કે,પાડોશીઓ વચ્ચેની તકરારમાં મહિલાની હત્યા કરી હોમગાર્ડ જવાન (homeguard killed the woman) મનોજ સહિત ત્રણ જણા ફરાર થઈ ગયા છે.

સગા મામાએ 9 માસના માસૂમ બાળકને માથામાં લાકડી મારી (homeguard killed the woman)

અમદાવાદ: સેટેલાઈટના રામદેવનગરમાં સાસરીમાં ન જતી મહિલા પર પતિએ હુમલો કર્યો હતો. બહેનને મારતા બનેવીને સાળાએ સાથ આપ્યો હતો. સાળાએ બહેનને મારવાના ચક્કરમાં નવ માસના ભાણિયાને ગંભીર ઇજાઓ કરી હતી. આરોપીઓએ મહિલા અને તેના પિતાને પણ માર્યા હતા. ઘરેલુ તકરારમાં ત્રણ લોકોને ઈજા થઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડયો છે.

સેટેલાઈટના રામદેવનગર વિસ્તારમાં પારસ સોસાયટી પાસે રહેતાં અનિતાબહેનના લગ્ન 2 વર્ષ અગાઉ નરેશ સોલંકી સાથે થયા હતા.લગ્નજીવનથી અનિતાબહેનને 9 માસનો પુત્ર છે. છેલ્લા ત્રણ માસથી પતિ દારૂ પી મારઝૂડ કરતા હોવાથી અનિતા પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી. રવિવારે સાંજે અનિતા પિયરમાં હાજર હતી. તે સમયે ત્યાં આવેલા નરેશએ તું સાસરીમાં કેમ નથી આવતી, તેમ કહી અનિતાને મારમારવાનું શરૂ કર્યું હતું. અનિતાને છોડાવવા પિતા વચ્ચે પડતા નરેશએ તેમણે પણ છાતીમાં લાકડીનો ફટકો માર્યો હતો.

આ પણ વાંચો: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો રિપોર્ટ નેગેટીવ

તે સમયે ત્યાં આવેલા અનિતાને ભાઈ પ્રેમભાઈએ બનેવી નરેશનો પક્ષ લઈ તું તારી સાસરીમાં કેમ નથી જતી તેમ કહી અનિતાને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. પ્રેમ લાકડી લઈ અનિતાને મારવા જતા તે ખસી ગઈ હતી. આથી લાકડી અનિતાના હાથમાં રહેલા તેના નવ માસના માસૂમ પુત્રને માથામાં વાગતાં ગંભીર ઈજા થઈ હતી.માસૂમ ભાણાને ગંભીર ઇજાઓ કરી ફરાર થઈ ગયો હતો.