Gujarat Exclusive > રાજનીતિ > ગુજરાત વિધાનસભાનો ઐતિહાસિક દિવસ: રૂપાણી, વાઘાણી અને મેવાણી ગેરહાજર

ગુજરાત વિધાનસભાનો ઐતિહાસિક દિવસ: રૂપાણી, વાઘાણી અને મેવાણી ગેરહાજર

0
1704

ગાંધીનગર: લોકતંત્રની પ્રક્રિયા અને જનતાના વિશ્વાસને વધુ મજબૂત બનાવવા વિધાનસભા અને સંસદની કાર્યવાહી અને તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા લેવામાં આવતો અંગત રસ ખૂબ જ જરૂરી છે.

26મી જુલાઈ 2019, ગુજરાત રાજ્યની વિધાનસભાના ઐતિહાસિક દિવસ તરીકે અંકિત થયો જેમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલ અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત આશરે કુલ 100 જેટલા ધારાસભ્યો ગૃહમાં હાજર હતા અને છેક મોડે સુધી સવારે 3.40 સુધી ગૃહમાં તમામ ચર્ચાઓ અને બીલોની કામગીરી ત્યાં સુધી ગૃહમાં પ્રજાના પ્રતિનિધિ અને લોકશાહીના જવાબદાર સ્તંભ તરીકે હાજર રહ્યા.
પરંતુ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને અપક્ષ ધારાસભ્ય ગૃહમાં વિધાનસભાની ઐતિહાસિક ક્ષણે હાજર રહ્યા ન હતા.

ગુજરાત વિધાનસભામાં 06 જાન્યુઆરી 1993ના રોજ રાત્રીના 12.08 સુધીમાં કુલ 10.08 કલાકની ચર્ચા ચાલી હતી. જેની સરખામણીએ 26 જુલાઈ 2019ની સવારે 10.00 વાગે થી 27 જુલાઈ 2019ના રોજ સવારે 3.40 સુધીમાં કુલ 16.10 કલાકની સર્વાધિક અને મધ્ય રાત્રી સુધી ચર્ચાનો નવો કીર્તિમાન સ્થાપિત થયો છે જેમાં વિધાનસભાના અધ્યક્ષ સહિત રાજ્યના મંત્રીઓ અને કુલ 100 જેટલા ધારાસભ્યો ગૃહમાં હાજર રહ્યા હતા.