Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > ભારતમાં કર્મચારીઓની ભરતી 15 વર્ષના તળિયે: ફક્ત 3 ટકા ભરતી માટે ઇચ્છુક

ભારતમાં કર્મચારીઓની ભરતી 15 વર્ષના તળિયે: ફક્ત 3 ટકા ભરતી માટે ઇચ્છુક

0
51

નવી દિલ્હીઃ ભારતે ચાલુ વર્ષે કર્મચારીઓ(Employee)ની ભરતી (Hiring)ના મોરચે છેલ્લા 15 વર્ષની સૌથી ખરાબ સ્થિતિ નોંધાવી છે. ફક્ત ત્રણ ટકા કંપનીઓ જ આગામી ત્રણ મહિનામાં કર્મચારીઓની ભરતી કરવાનું આયોજન ધરાવતી હોવાથી 800થી વધુ માલિકો(Employer)ના સરવેમાં જણાવાયું હતુ.

મેનપાવર ગ્રુપ એમ્પ્લોયમેન્ટ આઉટલૂક સરવેમાં ભારતની 813 કંપનીઓને આવરી લેવાઈ હતી. ભારતીય કંપનીઓના માલિકોએ 2020ના અંતિમ ક્વાર્ટર સુધીમાં ભરતી અંગે સાવધાનીપૂર્વકની વાત કરી હતી.

ફક્ત સાત ટકા માલિકોને કર્મચારીઓને લેવામાં રસ

આ સરવે મુજબ સાત ટકા માલિકો જ પેરોલ્સ પરના કર્મચારીઓ વધારવા માંગે છે અને ત્રણ ટકા ઘટાડો કરવા માંગે છે અને 54 ટકા કોઈ ફેરફાર કરવા માંગતા નથી. આ ડેટાને સીઝનલ ફેરફાર સાથે એડજસ્ટ કરીને જોઈએ તો ત્રણ ટકાની ભરતીનો અંદાજ છે,, એમ તેણે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ વિદેશમંત્રી જયશંકર આજે રશિયા મુલાકાતે, “LAC પર સ્થિતિ વધુ ગંભીર”

આ સરવેમાં જણાવાયું હતું કે હાલમાં કર્મચારીઓની ભરતીના મોરચે સ્થિતિ 15 વર્ષના તળિયે છે. જો કે પરિસ્થિતિ અગાઉના ક્વાર્ટરની તુલનાએ સ્થિર છે, પરંતુ વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનાએ તે 16 ટકાનો ઘટાડો દર્શાવે છે, એમ સરવેએ જણાવ્યું હતું.

સૌથી વધુ હાયરિંગ નાના એકમોમાં

સૌથી વધારે હાયરિંગ નાના કદના એકમોમાં જોવા મળી છે, તેના પછી મધ્યમ કદના એકમો અને મોટા એકમોમાં જોવા મળી છે. પ્રાદેશિક સંદર્ભમાં જોઈએ તો ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં પશ્ચિમ અને દક્ષિણની તુલનાએ વધારે હકારાત્મક પરિસ્થિતિ જોવા મળી છે, એમ સરવેએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ભારત આ આંતરરાષ્ટ્રીય સમૂહ સાથે જોડાશે તો સરળતાથી મળશે કોરોના વેક્સીન

મેનપાવર ગ્રુપ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ ગુલાટીએ જણાવ્યું હતું કે આજની કંપનીઓનો મંતર છે બજારની હાલની સ્થિતિ મુજબ કંપનીનું કદ યોગ્ય રાખવુ અને ઉત્પાદકતા સુધારવા, કર્મચારીઓ સાથેના જોડાણના નવા સ્વરૂપો જોવા, ફર્લો પરના કર્મચારીઓને પરત લેવા અને ટેક્નોલોજીનો અમલ કરવો.

આ ક્વાર્ટરમાં ભારતમાં રોજગારીના ટ્રેન્ડને આ પરિબળો અસર કરશે, એમ તેમણે ઉમેર્યુ હતુ. ગુલાટીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર વિવિધ પ્રકારની રાહતો તથા પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહનોની સાથે શ્રમ કાયદામાં ફેરફાર કરી અને ટેક્સ રિટર્ન્સની પ્રક્રિયા વધારે સુગમ બનાવી બોજો હળવો કરવા પ્રયત્ન કરી રહી છે. અમને આશા છે કે આ સુધારાની અસર આગામી ક્વાર્ટરોમાં જોવા મળશે.

હાયરિંગ પ્રિ-કોવિડ સ્તરે પહોંચતા હજી નવ મહિના લાગશે

આ સરવેમાં વધુમાં જણાવાયું હતું કે લગભગ 44 ટકા માલિકોએ જણાવ્યું હતું કે તેઓ આગામી નવ મહિનાની અંદર પ્રિ-કોવિડ લેવલના હાયરિંગે પહોંચશે જ્યારે 42 ટકાને ભરતી અંગે સ્થિતિ સામાન્ય થવાની ખાતરી નથી.

આ પણ વાંચોઃ PM કિસાન સમ્માન નિધિમાં કરોડોનું કૌભાંડ સામે આવ્યું, 16ની ધરપકડ

અમે જ્યારે વર્કફોર્સના વર્તમાન સભ્યોને પૂછ્યુ કે નોકરી જાળવી રાખી છે કે ફર્લો સ્કીમ છે તો 42 ટકા કંપનીઓએ સૂચવ્યુ હતું કે તેઓ કામકાજના કલાકો ઘટાડવાનું આયોજન ધરાવે છે, જ્યારે ત્રણ ટકાએ નિર્દેશ આપ્યો કે સ્ટાફ ઘટાડવો પડશે.

વિશ્વસ્તરે જોઈએ તો 43 દેશોમાં 22 કંપનીઓ અને પ્રાંતોના સરવેના આધારે જણાવાયું છે કે ડિસેમ્બર 2020ના અંત સુધીમાં પેરોલ્સમાં વધારો થશે.