Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > 20 દિવસમાં હિમા દાસે જીત્યા 5 ગોલ્ડ મેડલ, દેશના નેતા અને અભિનેતાઓએ શૂભેચ્છા પાઠવી

20 દિવસમાં હિમા દાસે જીત્યા 5 ગોલ્ડ મેડલ, દેશના નેતા અને અભિનેતાઓએ શૂભેચ્છા પાઠવી

0
546

ભારતીય એથ્લિટ હિમાદાસ જૂલાઈ મહિનામાં અત્યાર સુધી 5 ગોલ્ડ મેડલ જીતી ચુકી છે. શનિવારે હિમાદાસે ચેક રિપબ્લિકમાં યોજાયેલી એથ્લિટ મીટમાં 400 મીટર રેસમાં ગોલ્ડ જીત્યો હતો. તેમની ઉપલબ્ધિ ઉપર દેશવાસીઓ હેમાદાસની પ્રશંસા કરી રહ્યા છે.

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને અનિલ કપૂરે હિમાને ટ્વીટર પર શુભાચ્છા પાઠવી હતી. અમિતાભ બચ્ચને ટ્વીટર ઉપર લખ્યુ કે, ‘શુભેચ્છા, શુભેચ્છા, શુભેચ્છા….જય હિંદ… તમે ભારતનું નામ સ્વર્ણ અક્ષરોમાં લખી દીધુ છે.’

અનિલ કપૂરે લખ્યુ કે, ‘હિમાદાસ 5મું ગોલ્ડ જીતવા પર શુભેચ્છા. તમારો આસમ માટે કરેલુ કાર્ય અમારા બધા માટે પ્રેરણા છે. એક મહાન એથ્લિટ જેમની પાસે સોનાનો હ્રદય છે. તમે વધુ સફળ થાઓ. ભારતને તમારા ઉપર ગર્વ છે.’

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે ટ્વીટ કરતા હિમા દાસને શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યુ કે, ‘આ મહિનાનો 5મો ગોલ્ડ અને ગોલ્ડન ગર્લ હિમા દાસ રોકાશે નહી. આ શાનદાર પ્રદર્શન માટે શુભેચ્છા હિમા દાસ. હું ભવિષ્યમાં તેમના માટે વધારે સફળતા માટે દુઆ કરુ છુ.’

આ સિવાય ક્રિકેટર રિદ્ધિમાન સાહા, સુરેશ રૈના, શેખર કપૂર, અર્જુન કપૂર, ઉપેન્દ્ર કુશવાહા વગેરે લોકોએ હિમાદાસને શુભેચ્છા પાઠવી છે.

જણાવી દઈએ કે હિમા દાસ જૂલાઈ મહિનામાં અત્યાર સુધી 5 ગોલ્ડ મેડલ જીતી ચુકી છે.

આસામની મદદ માટે હેમા દાસે કરી અપીલ

આસામમાં આવેલી ભયજનક પૂરથી બહાર લાવવા માટે લોકોની મદદ માંગતા હિમા દાસે ટ્વીટર ઉપર લખ્યુ કે, ‘અસમમાં પૂરની સ્થિતિ ખુબ જ ખરાબ છે. 30થી 33 જિલ્લાઓ પૂર પ્રભાવિત છે. હું મોટો ઉદ્યોગપતિ અને લોકોને આગળ આવવાની અને રાજ્યની મદદ માટે અપીલ કરૂ છુ.’

સુરતમાં પાંચ વર્ષની બાળકીનો દારૂ પીતો વીડિયો વાયરલ, શું આંધળી ગુજરાત સરકારે આ જોયુ?