Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > હિમોફિલિયાના દર્દીના પ્રયત્નો રંગ લાવ્યા, રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં આ જીવલેણ રોગની સારવાર શરૂ

હિમોફિલિયાના દર્દીના પ્રયત્નો રંગ લાવ્યા, રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં આ જીવલેણ રોગની સારવાર શરૂ

0
530

હિમોફિલિયાએ જનીની બીમારી એટલે કે વારસાગત રીતે ઊતરી આવતો રક્તનો પ્રાણઘાતક ગણાતો રોગ છે અને તેના કારણે રક્તના ગંઠાઈ જવાના માળખામાં એકથી વધુ ખરાબી થઈ શકે છે. જો આમ થાય તો બિન-આનુસાંગિક ઈજાઓ જીવલેણ બની શકે છે. આવા ખતરનાક રોગ પ્રત્યે પ્રજામાં એઈડ્સ જેટલી જાગૃતતા ન હોવાને કારણે મૃત્યુઆંક ઊંચો જવા લાગ્યો છે, ત્યારે આ રોગનાં દર્દીઓને સહાયભૂત થવાના હેતુથી ફ્રેંક સ્કૅનબલ (Frank Schnabel) નામની વ્યક્તિએ ઈ.સ.૧૯૬૩ના વર્ષમાં વિશ્વ ફેડરેશન ઓફ હિમોફિલિયાની સ્થાપના કરી.જેને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ માન્યતા આપી છે.

17મી એપ્રિલના દિવસે આ ફેડરેશનના સ્થાપક ફ્રેંક સ્કૅનબલનો જન્મ દિવસ હોવાથી અને સાથેસાથે રોગ પ્રત્યે જનમાનસમાં જાગૃતિ જગાડવાના હેતુથી તેને વિશ્વ હિમોફિલિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

દર્દીનું દર્દ ફક્ત દર્દી જ જાણે,અહીં વાત છે રાજપીપળાના વણિક પરિવારમાં જન્મેલા દિવ્યેશભાઈ ગાંધીની કે જેઓ જન્મજાત હિમોફિલિયા જેવા અસાધ્ય રોગથી પીડાય છે. સમગ્ર ગુજરાતમાં હિમોફિલિયાના 800 જેટલા દર્દીઓ છે, જેમાં નર્મદા જિલ્લામાં દિવ્યેશ ગાંધી બાદ બીજા 2 આદિવાસી વિદ્યાર્થીઓને આ રોગ હોવાનું જણાયું. જોકે 2012માં ગુજરાત સરકારે સિવિલ હોસ્પિટલોમાં સરકારી રાહે હિમોફિલિયા રોગની સારવાર ઉપલબ્ધ કરાવવા નિર્ણય તો લીધો પણ પસંદગીની જ સિવિલ હોસ્પિટલોમાં કરવામાં આવે છે.

ગુજરાત સરકારના આ નિર્ણય સામે દિવ્યેશભાઈ ગાંધીએ ગુજરાતની સમગ્ર સિવિલ હોસ્પિટલોમાં હિમોફિલિયાની સરકાર સારવાર ઉપલબ્ધ કરાવે એ માટે બીડું ઝડપ્યું. શારીરિક રીતે વિકલાંગ દિવ્યેશભાઈ મનથી એકદમ સશક્ત હતા. એમણે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પીએમ મોદી સુધી લેખિત રજૂઆતો કરી આ રોગથી પીડાતા દર્દીઓની વ્યથાઓ વિશે માહિતગાર કર્યા.અંતે એમની રજૂઆતો બાદ ગુજરાત સરકારે રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલોમાં હિમોફિલિયાની સારવાર ઉપલબ્ધ કરાવવા પરિપત્ર જાહેર કર્યો,આજે દિવ્યેશભાઈ ના પ્રયાસોને પરિણામે જ આ શક્ય બન્યું.તો રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં સારવાર શરૂ કરાવવાનો શ્રેય દિવ્યેશભાઈ ગાંધીને આપવો જ પડે.

અજબ પ્રેમકી ગજબ કહાની:
◆હિમોફિલિયા રોગની વાત આવે એટલે રાજપીપળાના પતિ-પત્ની દિવ્યેશ ગાંધી અને મનીષા ગાંધીને અચૂક યાદ કરવા રહ્યા.કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે.અસાધ્ય રોગથી પીડિત હોવાનું જાણતા હોવા છતાં પ્રેમિકા પોતાના એ જ પ્રેમી સાથે લગ્ન કરી જીવનભર સાથ નિભાવવાની કસમો ખાતી હોય છે.અને દરેક પળ પતિની સાથે ખડે પગે રહી સેવા કરતી હોવાના કિસ્સા ફક્ત ફિલ્મોમાં જ જોયા હશે પણ રાજપીપળામાં તો આવો કિસ્સો હાજરા હજુર છે.

દિવ્યેશ ગાંધીને ગામના જ મનીષા ગાંધી સાથે પ્રેમ થયો.દિવ્યેશ ગાંધીને જન્મજાત અસાધ્ય હિમોફિલિયા હોવાનું જાણવા છતાં મનીષા ગાંધીએ એમની સાથે પ્રેમ લગ્ન કર્યા.અને હાલમાં પોતાના પતિની સુખ દુઃખની દરેક ક્ષણે સાથે રહી ખડે પગે સેવા કરે છે.શરૂઆતમાં આ રોગની સારવાર ઘણી ખર્ચાળ હતી.જેથી પત્ની મનીષાએ ફોરેસ્ટ વિભાગમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા પતિ દિવ્યેશને આર્થિક મદદ માટે બ્યુટી પાર્લર પણ શરૂ કર્યું.હાલ તેઓ પોતાના એક પુત્ર દેવાંશું સાથે સુખેથી રહી જીવન ગુજારી રહ્યા છે.અને સાથે સાથે મનીષા ગાંધી દર 17મી એપ્રિલે રક્તદાન કરવાનું તો ચુકતા જ નથી.

રેલવે મુસાફરો માટે ખુશખબર: અમદાવાદની બે ટ્રેનોમાં ઓન બોર્ડ શૉપિંગનો મળશે લાભ