Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવકમાં વધારો,સપાટી 121.74 મીટરે પહોંચી

નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવકમાં વધારો,સપાટી 121.74 મીટરે પહોંચી

0
496

રાજપીપળા: નર્મદા જિલ્લામાં સોમવારે સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને પગલે આસપાસના નદી નાળા પણ છલકાઈ ગયા છે. ત્યારે બીજી તરફ નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી 29મી જુલાઈએ સોમવારના રોજ સવારે 8:00 કલાકે નર્મદા ડેમની જળરાશીની આવકમાં 9,818 ક્યુસેકનો વધારો નોંધાયો છે. હાલ ડેમની સપાટી 121.74 મીટર રહેવા પામી છે.

નર્મદા જિલ્લાામાં છેલ્લા 24 કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાં-30 મિ.મિ.,ગરૂડેશ્વર તાલુકામાં-29 મિ.મિ., દેડીયાપાડા તાલુકામાં-24 મિ.મિ., સાગબારા તાલુકામાં-23 મિ.મિ. અને નાંદોદ તાલુકામાં-7 મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્તા થયાં છે. નર્મદા ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજ દિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો સાગબારા તાલુકો-443 મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે તિલકવાડા તાલુકો-441 મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-427 મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-402 મિ.મિ. સાથે ચોથા ક્રમે અને દેડીયાપાડા તાલુકો-388 મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

નર્મદા જિલ્લાની વિવિધ ડેમોની સ્થિતિ

નર્મદા ડેમ- 121.74 મીટર, કરજણ ડેમ- 101.29 મીટર, નાના કાકડીઆંબા ડેમ- 180.65 મીટર અને ચોપડવાવ ડેમ- 180.00 મીટરની સપાટી રહેવા પામી છે,જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ 14.60 મીટર હોવાના અહેવાલ જિલ્લાા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

ગુજરાત યૂનિ.ના કુલપતિ હિમાંશુ પંડ્યાએ ‘નીડ કમિટી’ના રિપોર્ટના ધજાગરા ઉડાવ્યા