Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્યમાં મેઘ તાંડવ,વડોદરામાં 18 ઇંચ, જાણો ક્યા પડ્યો કેટલો વરસાદ

રાજ્યમાં મેઘ તાંડવ,વડોદરામાં 18 ઇંચ, જાણો ક્યા પડ્યો કેટલો વરસાદ

0
5753

રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. વડોદરા-અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સરેરાશ 3થી 18 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. વડોદરામાં માત્ર 14 કલાકમાં જ 18 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે અમદાવાદમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વડોદરામાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા જેને કારણે ટ્રેનો પણ પ્રભાવિત થઇ હતી. વડોદરામાં ગુરૂવારે વરસાદને કારણે સ્કૂલ-કોલેજમાં રજા આપવામાં આવી છે.NDRFની ટીમ વડોદરામાં સ્ટેન્ડબાય થઇ ગઇ છે અને યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવી છે.

વિશ્વામિત્રી ભયજનક સપાટીએ

વડોદરામાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદી પણ ભયજનક સપાટીએ પહોચી ગઇ છે. વિશ્વામિત્રી નદીમાં મગરના ભય વચ્ચે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.વિશ્વામિત્રીની સપાટી 20 ફૂટે પહોંચી હતી. જ્યારે ભયજનક સપાટી 22 ફૂટ વટાવી દેશે. જેને કારણે સમગ્ર વડોદરાવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા છે.

અમદાવાદમાં 3 ઈંચ વરસાદ

અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં માત્ર એક કલાકમાં જ 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદના મણિનગર વિસ્તારમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજકોટમાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ

સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટમાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મેંદરડામાં બેથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જૂનાગઢમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો.

વાહનચાલકોને મુશ્કેલી

શહેરમાં ધોધમાર વરસી રહેલા વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારો જળબંબોળ બની ગયા છે. શહેરના નિચાણવાળા વિસ્તારો એમ.જી. રોડ, માંડવી-ગેંડીગેટ રોડ, વાડી ટાવર, પાણીગેટ રોડ, રાવપુરા, દાંડિયા બજાર રોડ સહિત શહેરના વિવિધ માર્ગો ઉપર પાણી ભરાઇ ગયા છે. સયાજીગંજ અને અલકાપુરીને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતાં સંપર્ક વિહોણો બની ગયો છે. વાહન ચાલકોને અન્ય માર્ગ ઉપરથી જવાની ફરજ પડી રહી છે.

વડોદરામાં ઝાડ પડતા ત્રણ વ્યક્તિઓ દટાયા

લાંબી રાહ જોવડાવ્યા બાદ વડોદરા શહેર-જિલ્લામાં મેઘો મનમૂકીને વરસી રહ્યો છે. આજે બપોરે 12 વાગ્યા બાદ મેઘરાજાએ મનમૂકીને વરસવાનું શરૂ કરતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ભારે વરસાદને પગલે શહેરના મુખ્યમાર્ગો ઉપર ઠેર-ઠેર પાણી ભરાઇ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. સતત વરસાદને કારણે વેપાર-ધંધા ઉપર પણ અસર જોવા મળી હતી. કેટલાંક વેપારીઓ દુકાનો બંધ કરીને ઘરે ચાલ્યા ગયા હતા. શહેરના રેસકોર્સ ચકલી સર્કલ પાસે આવેલ તોતીંગ વૃક્ષ પડતા ત્રણ રાહદારીઓ દટાઇ ગયા હતા. જોકે, તેઓને સામાન્ય ઇજા પહોંચી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં તુરતજ સ્થળ પર પહોંચી ગયા હતા. અને રોડ પડેલા ઝાડને દૂર કરી દીધું હતું. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે 15થી વૃક્ષો જમીનદોસ્ત થઇ ગયા હોવાના અહેવાલો મળ્યા હતા.

પાણીમાં ફસાઇ ગયેલા લોકો વાહનો મૂકી જતા રહ્યા

ભારે વરસાદને પગલે શહેરમાં 25 જેટલા સ્થળોએ નાના-મોટા વૃક્ષો જમીનદોસ્ત થવાના, પોલીસ ગ્રાઉન્ડની દીવાલ પડી જવાના બનાવો બન્યા હતા. શહેરના માર્ગો ઉપર પાર્ક કરેલા ટુવ્હિલરો, ફોરવ્હિલરો પાણીમાં ડૂબી ગયા હતા. અનેક લોકોને પાણીમાં ફસાઇ ગયેલા વાહનો જે તે સ્થળે મુકીને ઘરે જવાની ફરજ પડી હતી.

CCDના માલિક સિદ્ધાર્થના મોત પર ભાગેડૂ વિજય માલ્યાએ આપ્યું મોટું નિવેદન