Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > અંબાજીમાં ભારે વરસાદે તંત્રના મોનસૂન પ્લાનની પોલ ખોલી, ઠેરઠેર જળબંબાકાર

અંબાજીમાં ભારે વરસાદે તંત્રના મોનસૂન પ્લાનની પોલ ખોલી, ઠેરઠેર જળબંબાકાર

0
407

અંબાજી ધામ રાજસ્થાન અને ગુજરાત સરહદ પર આવેલું જગતજનની માં અંબાનું સ્વર્ગ ધામ છે, આ ધામની ધરતી પર પગ મુકતાજ તમામ લોકો ના દુઃખ દર્દ દૂર થઇ જાય છે. આજ પરચાને કારણે આ ધામમાં વિશ્વનો સૌથી મોટો પદયાત્રી મહાકુંભ ભાદરવી મહામેળો 7 દિવસ યોજાય છે . હાલમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતી ભારે વરસાદ ની ભારે આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં રવિવાર રાત્રીના સુમારથી સોમવાર વહેલી પરોઢ સુધી 7.5 ઇંચ વરસાદ ખાબકતા અંબાજી ધામ દરિયો બની ગયો હતો અને આજ કારણે અંબાજી ગ્રામ પંચાયતના શોપીંગ સેન્ટરની નીચેની દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. આ સાથે અંબાજી સાંઈ બાબા મંદિરથી પોલીસ મથક સુધી હાઇવે રોડ ઉપર 3-4 ફૂટ પાણી ભરાતા ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો

અંબાજી મા ભારે ખાબકેલા બારેમેઘ સાંબલે ધાર વરસાદ થી અંબાજી ગ્રામ પંચાયતના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ હતી અને અંબાજીની ભોળી જનતાએ પંચાયતમાં ટેક્સ ભરવા છતાં ભારે હેરાન પરેશાન થઇ હતી અંબાજી ના આ વરસાદ થી અંબાજીના ઘણા મોટા મોટા વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા તો કેટલાક લોકો ના ઘરમા પણ પાણી ફરી વળતા ઘર વખરીનો સામાન પાણીથી બગડી ગયો હતો ,અંબાજીના આઠ નંબરના માર્ગ થી આખા આઠ નંબર માર્ગ સુધીનો પાછળ સુધી ના વિસ્તાર ના રહીશો રોડ ની કામગીરી થી ભારે હેરાન પરેશાન થઇ ગયા છે .અંબાજી ભાજપ લઘુમતી મોરચા ના પ્રમુખ ની સુંદર કામગીરી

અંબાજી મા રવિવારે રાત્રે આવેલા ભારે વરસાદ થી અંબાજી બસ સ્ટેન્ડ પાછળ આવેલા પંચાયત કોમ્પલેક્ષ ની નીચે ની દુકાનો મા પાણી આવી જતા આ દુકાનો મા પાણી આવી જતા આ સમયે આ વેપારીઓની મદદ મા અંબાજી લઘુમતી મોરચા ના પ્રમુખ ઈરફાન કુરેશી પોતાના હાથે થી આ પાણી દૂર કરતા વિડિઓ સોશિયલ મીડિયા માં મૂકી પોતાના કામ પ્રત્યે ની સજાગતા જાહેર કરી હતી સાથે એમ જણાવ્યું હતું કે કોઈ મદદ હોય તો હું મદદ માટે પણ તૈયાર છું ,ઈરફાન ની આ કામગીરી ના અંબાજી ના લોકો એ વખાણ કર્યા હતા.

ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, બનાસકાંઠા-પાટણમાં ચેતવણી