Gujarat Exclusive > દેશ-વિદેશ > NDA ઉમેદવાર હરિવંશ સતત બીજી વખત બન્યા રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન

NDA ઉમેદવાર હરિવંશ સતત બીજી વખત બન્યા રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન

0
35

નવી દિલ્હી: NDA ઉમેદવાર (NDA Candidate) હરિવંશ નારાયણ સિંહ (Harivansh Narayan Singh) સતત બીજી વખત રાજ્યસભાના ઉપસભાપતિ એટલે કે ડેપ્યુટી ચેરમેન (Rajya Sabha Deputy Chairman) તરીકે ચૂંટાયા છે. રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ આ વાતની જાહેરાત કરી છે.

વિપક્ષ તરફથી RJDના મનોજ ઝાને ડેપ્યુટી ચેરમેનના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જો કે છેલ્લી ઘડીએ તેમણે પોતાનું નામ પરત ખેંચી લીધુ હતું. જેના કારણે હરિવંશ બિનહરિફ ચૂંટાઈ આવ્યાં હતા.

અગાઉ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ જેપી નડ્ડાએ ઉપસભાપતિ માટે હરિવંશના નામનો પ્રસ્તાવ રાખ્યું હતો. ઉપસભાપતિ હરિવંશનો કાર્યકાળ આ વર્ષે 9 એપ્રિલે સમાપ્ત થઈ ગયો હતો. આથી આ ચૂંટણી કરાવવામાં આવી હતી.

વર્ષ 2018માં આજ પદ માટે હરિવંશ અને કોંગ્રેસના બીકે હરિપ્રસાદ વચ્ચે મુકાબલો હતો. જો કે ત્યારે પણ વિપક્ષ ઉમેદવાર હરિપ્રસાદને હારના સ્વાદ ચાખવો પડ્યો હતો. આ વખતે હરિવંશ સિંહ વિરુદ્ધ સંયુક્ત વિપક્ષે RJD સાંસદ મનોજ ઝાને મેદાનમાં ઉતાર્યા હતા.

હરિવંશને ડેપ્યુટી ચેરમેન બનવા બદલ શુભેચ્છા
PM મોદીએ હરિવંશજીને બીજી વખત સદનના ઉપસભાપતિ તરીકે ચૂંટાવા બદલ શુભેચ્છા પાઠવી હતી. હરિવંશ વિશે PM મોદીએ જણાવ્યું કે, સામાજિક કાર્યો અને પત્રકારત્વ મારફતે હરિવંશજીએ પોતાની એક પ્રામાણિક ઓળખ બનાવી છે. આ માટે મારા મનમાં તેમના પ્રત્યે સમ્માન છે. ગૃહમાં નિષ્પક્ષ તરીકે તમારી ભૂમિકા લોકતંત્રને મજબૂત કરે છે.

કોંગ્રેસના રાજ્સસભા સાંસદ ગુલામનબી આઝાદે પણ હરિવંશને શુભેચ્છા પાઠવી હતી. આઝાદે જણાવ્યું કે, હરિવંશ રાજનીતિમાં જયપ્રકાશ નારાયણના આદર્શોથી પ્રેરિત છે. ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના સિતાબ દિયારા ગામમાં 30 જૂને જન્મેલા હરિવંશને જયપ્રકાશ નારાયણે સૌથી વધુ પ્રભાવિત કર્યાં.

કેવી રીતે થાય છે ઉપસભાપતિની ચૂંટણી?
કોઈ પણ રાજ્યસભા સાંસદનું નામ આ પદ માટે સાથી સાંસદો પ્રસ્તાવિત કરી શકે છે. જો કે આમાં નામ પ્રસ્તાવિત કરવાની સાથે કોઈ અન્ય રાજ્યસભા સાંસદ દ્વારા તેનું સમર્થન પણ જરૂરી છે. આમાં વૉટ આપવાનો અધિકાર માત્ર રાજ્યસભાના સભ્યોને જ હોય છે. તેમને વૉટના આધારે જ નિર્ણય થાય છે કે, તેઓ કોને આ પદ પર જોવા ઈચ્છે છે.