Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ઇન્ટરનેટ પર છવાયો હાર્દિક પંડ્યાનો નવો ટેટૂ, જાણો શું છે

ઇન્ટરનેટ પર છવાયો હાર્દિક પંડ્યાનો નવો ટેટૂ, જાણો શું છે

0
314

ભારતીય ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) વર્લ્ડકપ પછી આરામ કરી રહ્યો છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે,તે ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ નથી. એવામાં ટેટૂનો શોખ રાખનારા હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ પોતાના હાથમાં એક નવુ ટેટુ બનાવ્યુ છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ પોતાના હાથમાં એક સિંહનો ટેટૂ બનાવડાવ્યો છે, જેની તસવીર તેને ઇંસ્ટાગ્રામ પર શેર કરી હતી.

હાર્દિક પંડ્યા (Hardik Pandya)નો આ ટેટૂ શાનદાર છે, તેને પોતાના ડાબા હાથમાં એક સિંહનો ટેટૂ બનાવડાવ્યો છે. જે તેની કોણીથી લઇને કાંડા સુધી આવે છે. આ તસવીરને અત્યાર સુધી 10 લાખથી વધુ લોકો પસંદ કરી ચુક્યા છે અને અનેક કોમેન્ટ પણ આવી છે. મહત્વપૂર્ણ છે કે હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ 2019માં 9 મેચમાં કુલ 266 રન બનાવ્યા હતા અને 10 વિકેટ ઝડપી હતી. ગત કેટલાક મહિનામાં તેને વ્યસ્ત કાર્યક્રમ જોતા, બીસીસીઆઇએ આરામ આપ્યો છે.

હરભજનનું ખેલ રત્ન જ્યારે દુતીચંદનું અર્જૂન એવોર્ડ માટે નામ નકારવામાં આવ્યુ