Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > હરભજનનું ખેલ રત્ન જ્યારે દુતીચંદનું અર્જૂન એવોર્ડ માટે નામ નકારવામાં આવ્યુ

હરભજનનું ખેલ રત્ન જ્યારે દુતીચંદનું અર્જૂન એવોર્ડ માટે નામ નકારવામાં આવ્યુ

0
421

રમત મંત્રાલયે અર્જૂન એવોર્ડ માટે દુતી ચંદ અને ખેલ રત્ન એવોર્ડ માટે સ્પિનર હરભજન સિંહના નામને નકારી દીધુ છે. બન્ને ખેલાડીઓના નામ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. નક્કી કરેલી તારીખ સુધીમાં દુતીના અવોર્ડ રેન્કિંગ અનુસાર ક્રમમાં નહતા. મંત્રાલયે એથલેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાને અવોર્ડ (મેડલ્સ)ને રેન્કિંગ અનુસાર કરવા કહ્યું હતું. દુતી તેમાં પાંચમા ક્રમે હતી. તેથી તેનું નામ ફગાવી દેવામાં આવ્યું છે. તે ઉપરાંત બંને ખેલાડીઓના નામ મોકલવામાં પણ રાજ્ય સરકારે મોડું કર્યું હતું.નોમિનેશન રદ થયા પછી દુતીએ મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે મુલાકાત કરી હતી. તેમણે પટનાયકને વર્લ્ડ યૂનિવર્સિટી ગેમ્સમાં જીતેલા ગોલ્ડ મેડલને દર્શાવ્યો હતો અને અર્જુન અવોર્ડ માટે ફરીથી ફાઈલ મોકલવાનો આગ્રહ કર્યો હતો. દુતીએ કહ્યું, મુખ્યમંત્રીએ મારી ફાઈલ ફરી મોકલવાનું આશ્વાસન આપ્યું છે. તે માટે તેમણે મને ચિંતા ના કરવા કહ્યું છે.

દુતીચંદના નામે 100 મીટર રેસમાં રેકોર્ડ

દુતીચંદે કહ્યું, અર્જૂન અવોર્ડની ઓફિશિયલ જાહેરાત સુધીમાં નામ મોકલી શકાય છે. મને માહિતી મળી કે લોકસભા, વિધાનસભા ચૂંટણી અને ફાની ચક્રવાતના કારણે નામ મોકલવામાં થોડું મોડું થયું છે. દુતીએ નેપોલીમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ગેમ્સમાં 100 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે માત્ર 11.32 સેકન્ડમાં આ મેડલ પોતાના નામે કરી લીધો હતો. તેના નામે 100 મીટરમાં રાષ્ટ્રીય રેકોર્ડ 11.24 સેકન્ડનો પણ છે.

હરભજને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 707થી વધુ વિકેટ

હરભજન સિંહે ભારતીય ક્રિકેટ ટીમ માટે 103 ટેસ્ટ, 236 વન ડે અને 28 ટી-20 રમી છે. તેણે ટેસ્ટમાં 2224 રન બનાવ્યા અને 417 વિકેટ પણ લીધી. વનડેમાં તેના નામે 1237 રન છે. હરભજને આ ફોર્મેટમાં 269 વિકેટ લીધી છે. ટી-20માં તેણે 21 વિકેટ લીધી છે. હરભજને છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2016માં રમી હતી.

કોહલી ડાન્સનો વીડિયો શેર કરી થયો ટ્રોલ, યૂઝર્સે કહ્યું- ‘વર્લ્ડકપ હાર્યા બાદ આજ કામ બચ્યું’