Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > કચ્છના હાજીઓ ફલાઈટમાં ખામી સર્જાતા અમદાવાદ એરપોર્ટ પર અટવાયા

કચ્છના હાજીઓ ફલાઈટમાં ખામી સર્જાતા અમદાવાદ એરપોર્ટ પર અટવાયા

0
230

આ વખતે એવું લાગી રહ્યું છે કે, હજ યાત્રીઓ માટે હજ પર જવા માટે ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. તમામ રીતે હાજીઓ હેરાન પરેશાન થતાં નજરે પડી રહ્યાં છે. કોઈ લગેજ માટે તો કોઈક ફલાઈટ લેટ માટે, ત્યારે કચ્છના 225 જેટલા હજયાત્રીઓ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી અમદાવાદ અટવાયા હતા.

હજયાત્રીઓની વહેલી પરોઢે પાંચ વાગ્યે ઈમીગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી. જે બાદ તેમને બોર્ડીંગ માટે અંદર લઈ જવામાં આવ્યા હતા. તેમને વળાવવા આવેલા સગા સંબંધીઓ-પરિવારજનો હર્ષોઉલ્લાસ સાથે વિદાય આપી પરત કચ્છ આવવા રવાના થઈ ગયા હતા,  જે બાદ આ ઘટના ઘટી હતી. સવારે ૮ વાગ્યા બાદ એર ઈન્ડિયાએ ટેક્નિકલ કારણોસર ફલાઈટ ઉડાન ભરી શકે તેમ ન હોવાનું જણાવતા દેકારો મચી ગયો હતો.

હજયાત્રીઓએ જણાવ્યું કે, કુલ 420 હજયાત્રીઓમાંથી 225 કચ્છના છે, ત્યારે એર ઈન્ડિયા દ્વારા તમામને બે દિવસ બાદ 20 જુલાઈએ જિદ્દાહ માટે ઉડાન ભરનારી ફલાઈટમાં લઈ જવાનું જણાવ્યું હતું. જો કે હજયાત્રીઓએ એક પણ દિવસનો વિલંબ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. યાત્રિકોએ જણાવ્યું કે, હજયાત્રા માટે ચોક્કસ સમયગાળા માટે પુરતા પાસપોર્ટ વિઝા ઈસ્યુ કરવામાં આવતા હોય છે. અહીં પણ પ્રવાસીઓએ 30 ઓગસ્ટની રીટર્ન ટિકીટ કઢાવી રાખેલી છે. બીજી તરફ ધાર્મિક કારણોસર મદિનામાં 10 દિવસના રોકાણના સમયગાળામાં ફરજીયાતપણે 40 નમાઝ અદા કરવાની હોય છે, તો જ હજયાત્રા પૂર્ણ થઈ ગણાય.  જો નિયત સમયગાળામાં વિલંબ થાય તો ધાર્મિક હજ યાત્રા અધુરી રહેવાની ભિતી વ્યકત કરવામાં આવી હતી.

સરકારી જમીનનો વર્ષોથી ઉપયોગ કરનારા લોકો માટે સારા સમાચાર