Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > ચોમાસામાં ખરે છે વાળ? તો આ ઘરગથ્થુ હેર પેક છે એકદમ બેસ્ટ, જાણી લો બનાવવાની રીત

ચોમાસામાં ખરે છે વાળ? તો આ ઘરગથ્થુ હેર પેક છે એકદમ બેસ્ટ, જાણી લો બનાવવાની રીત

0
558

ચોમાસાની ઋતુમાં સ્કિન પ્રોબ્લેમ્સ થવાના ચાન્સિસ ખૂબ જ વધારે હોય છે. મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે કે ચોમાસામાં સ્કિન ખૂબ જ ઓઇલી થઇ જાય છે અને સાથે-સાથે વાળ ખરવાની સમસ્યા પણ લોકોને હેરાન-પરેશાન કરી નાખે છે. વરસાદી વાતાવરણમાં એકબાજુ થોડી ઠંડી હવા હોય છે ત્યાં બીજી બાજુ ગરમી અને સાથે-સાથે વરસાદ પણ પડતો હોય છે. જો કે ચોમાસામાં વરસાદી પાણીની સીધી અસર વાળ પર થાય છે. સામાન્ય દિવસો કરતા વરસાદી વાતાવરણમાં વાળ ખરવાની સમસ્યા વધુ પ્રમાણમાં થતી હોય છે. જો કે વાળ તૂટવા તેમજ ખરવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે જેમ કે વરસાદી પાણીથી ઇન્ફેક્શન થવુ, વાળમાં નબળાઇ આવવા લાગવી, પોષક તત્વોની ઉણપ, ડેન્ડ્રફ તેમજ તણાવ પણ વાળ ખરવા પાછળ મહત્વતા ધરાવે છે. સામાન્ય રીતે મોનસૂનમાં છોકરીઓ વાળને લઇને અનેક રીતે ચિંતામાં રહેતી હોય છે. આમ, જો તમારા વાળ પણ ચોમાસાની ઋતુમાં વધુ પ્રમાણમાં ખરે છે તેમજ તૂટવા લાગે છે તો આજે અમે તમને કેટલાક ઘરેલુ હેર પેક બનાવતા શીખવાડીશું જેનો ઉપયોગ જો તમે રેગ્યુલરલી કરશો તો વાળની અનેક પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકશો.

એલોવેરા અને લીમડાનો હેર પેક

આ હેર પેક બનાવવા માટે સૌ પ્રથમ એલોવેરા લો અને તેમાંથી જેલ નિકાળીને એક વાસણમાં લઇ લો. ત્યારબાદ લીમડાના પત્તા લો અને તેને બરાબર પીસી લો. હવે પીસેલા લીમડાના પત્તામાં એલોવેરા જેલ મિક્સ કરો. તો તૈયાર છે એલોવેરા અને લીમડાનો હેર પેક. હવે આ પેકને તમારા માથાના વાળમાં લગાવી દો અને તેને અડધો કલાક રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી માથુ ધોઇ લો. ધ્યાન રહે કે હેર વોશ કરતી વખતે માઇલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરવો. જો તમે આ પ્રોસેસ અઠવાડિયામાં બે વાર કરશો તો તમારા ખરતા વાળ બંધ થઇ જશે અને સાથે-સાથે વાળનો ગ્રોથ પણ વધશે.

નારિયેળ તેલ અને દહીં

આ હેર પેક બનાવવા માટે અડધો કપ નારિયેલળ તેલ લો અને તેમાં એક ચમચી દહીં એડ કરો. ત્યારબાદ એક ચમચી લીંબૂનો રસ ઉમેરો. હવે આ પેકને સારી રીતે વાળમાં લગાવી દો અને અડધો કલાક પછી માથુ ધોઇ લો. આ હેર પેક લગાવવાથી વાળની ચમક વધશે અને તૂટતા વાળ પણ ઓછા થઇ જશે.

એવોકાડો અને કેળા
એવોકાડોની છાલને ઉતારી લો અને તેના અંદરના ભાગને એક વાસણમાં લઇ લો. ત્યારબાદ એક કેળુ લો અને તેને બરાબર મેશ કરી દો. હવે મેશ કરેલુ કેળુ, એવોકાડો અને તેમાં એક ચમચી મધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. મિક્સ કરતી વખતે એક વાતનુ ખાસ ધ્યાન એ રાખો કે પેક એકદમ સ્મૂધ થવો જોઇએ જેથી કરીને વાળમાં બરાબર લાગે. તો તૈયાર છે તમારો આ હેર પેક. હવે આ હેર પેકને જો તમે અઠવાડિયામાં ત્રણ વાર તમારા વાળમાં લગાવશો તો તમારી હેર ફોલની સમસ્યા રોજ માટે દૂર થઇ જશે.

આમળા અને લીમડાનો હેર પેક

આ હેર પેક બનાવવા માટે સૌ પ્રથમ આમળાને ઉકાળી દો અને તેને બરાબર પીસી લો જેથી કરીને એકદમ સ્મૂધ પેસ્ટ બની જાય. આ પ્રોસેસ કર્યા પછી હવે થોડા લીમડાના પત્તા લો અને તેને પણ બરાબર ઉકાળીને પીસી લો. હવે આમળા અને લીમડાના પત્તાની જે પેસ્ટ બનાવી છે તેને એકસાથે બરાબર મિક્સ કરી લો અને પછી વાળમાં એપ્લાય કરો. 20થી 30 મિનિટ સુધી આ પેક વાળમાં લગાવી રાખો અને પછી માઇલ્ડ શેમ્પૂથી હેર વોશ કરી લો. આ પેક તમારા વાળને મજબૂત કરશે અને સાથે-સાથે વાળમાં થતો ખોડ પણ દૂર કરી દેશે.

દૂધ અને મધનો હેર પેક

દૂધમાં ભરપૂર પ્રમાણમાં ફેટ હોય છે જે વાળને મુલાયમ બનાવવા મદદ કરે છે. આ સાથે જ દૂધમાં લેક્ટિક એસિડનુ પ્રમાણ સારુ એવુ હોય છે જે ખરાબ વાળની કોશિકાઓને દૂર કરવામાં મદદરૂપ નિવડે છે. આ પેક બનાવવા માટે અડધો કપ દૂધમાં 1 ચમચી મધ એડ કરો અને તેને બરાબર મિક્સ કરી લો. હવે આ પેકને તમારા વાળમાં લગાવો. આ પેક બનાવતી વખતે ધ્યાન રાખો કે, દૂધ વધુ પ્રમાણમાં ના હોય નહિં તો પેક પ્રવાહી વધુ બનશે અને તમારા વાળમાં બરાબર લાગશે નહિં. આ પેકને જો તમે રેગ્યુલરલી તમારા હેરમાં લગાવશો તો તમારા વાળની ચમક વધશે, વાળ ખરતા બંધ થઇ જશે અને સાથે-સાથે વાળનો ગ્રોથ પણ મસ્ત થશે.

ગુજ. યૂનિ. કુલપતિ હિમાંશુ પંડ્યા PM મોદીને પણ નથી ગાંઠતા, આપે છે બોગસ સંસ્થાઓને માન્યતા