Gujarat Exclusive > દેશ-વિદેશ > હાફિઝ સઈદ અને મસૂદ અઝહર પર ગાળિયો કસાશે, ભારત કરશે મોટી કાર્યવાહી

હાફિઝ સઈદ અને મસૂદ અઝહર પર ગાળિયો કસાશે, ભારત કરશે મોટી કાર્યવાહી

0
409

ભારતે વૈશ્વિક આતંકવાદી (Global Terrorists) હાફીઝ સઈદ (Hafiz Saeed) અને મસૂદ અઝહર (Masood Azhar) મામલે મોટું પગલું ભરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રથમ વખત હશે, જ્યારે હાફીઝ સઈન અને મસૂદ અઝહર આતંકવાદી જાહેર કરવામાં આવનાર પ્રથમ મોસ્ટ વૉન્ડેટ હશે. આંતરરાષ્ટ્રીય માપદંડો અને સંયુક્ત રાષ્ટ્ર (United Nation) કનવેન્શનના અનુસાર દેશના આતંકવાદ વિરોધી કાનૂનમાં મોટા સંશોધન બાદ આવું શક્ય બનશે.

દેશના આતંકવાદ વિરોધી કાનૂનમાં કરવામાં આવેલ સંશોધનોના અમલમાં આવ્યા બાદ હાફિઝ સઈદ અને મસૂદ અઝહર આતંકવાદી જાહેર કરવામાં આવનાર પ્રથમ મોસ્ટ વોન્ટેડ હશે. સરકારે જણાવ્યું કે, પ્રસ્તાવિત નવા સંશોધનો આંતરરાષ્ટ્રીય માપદંડો અને સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન અનુસાર હશે.

યાત્રા પર રોક લાગશે
ઉલ્લેખનીય છે કે, UPAA-2019 બિલને લોકસભામાં પસાર કરી દેવામાં આવ્યું છે. એવામાં હવે ચર્ચા માટે રાજ્યસભામાં મોકલવામાં આવશે. જો સંસદના બન્ને ગૃહોમાં આ બિલને સ્વીકૃતી મળી જશે, તો આતંકવાદી જાહેર કરવામાં આવનાર લોકોની યાત્રા પર પ્રતિબંધ લગાવી શકાશે. આ સાથે જ તેમની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી શકે છે.

શું છે નવા કાયદામાં
મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ગૃહમંત્રાલયની મંજૂરી મળ્યા બાદ કોઈ પણ વ્યક્તિને આતંકવાદી જાહેર કરી શકાશે. આ પ્રકારે જાહેર કરવામાં આવેલ આતંકવાદી ગૃહ સચિવ સમક્ષ અપીલ કરી શકશે અને તેઓ 45 દિવસની અંદર પોતાનો નિર્ણય જણાવશે. આ માટે નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમીક્ષા સમિતિનું ગઠન કરવામાં આવશે. જેમાં ભારત સરકાર તરફથી ઓછામાં ઓછા બે નિવૃત સચિવ સામેલ થશે. આતંકવાદી જાહેર થયા બાદ સરકાર તેમની સંપત્તિને જપ્ત કરવાના પગલા ભરી શકે છે.

આંકડા બીજા દેશોની સરકાર સાથે શેર થશે
એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, પ્રસ્તાવિત કાયદા અંતર્ગત શું પગલા ભરવામાં આવી શકે છે. તેની જાણ ત્યારે જ થશે, જ્યારે આ બિલ સંસદના બન્ને ગૃહોમાંથી પાસ થઈ જશે. જેને પણ આતંકવાદી જાહેર કરવાનો છે, તેના સબંધિત આંકડા બીજા દેશોની સરકારો સાથે શેર કરવામાં આવી શકે છે.

હાલ પાકિસ્તાનમાં રહેતો હાફિઝ સઈદ વર્ષ 2008ના મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે, જ્યારે મસૂદ અઝહર 2001માં સંસદ પરના હુમલો અને તાજેતરમાં થયેલ પુલવામાં હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. આ કાયદો આંતરારાષ્ટ્રીય માપદંડો અને સંયુક્ત રાષ્ટ્રના સમ્મેલનને અનુરૂપ હશે. અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીના રૂપમાં કોઈ પણ કાર્યવાહી કેન્દ્રીય ગૃહમંત્રાલયની મંજૂરી બાદ જ કરવામાં આવશે.

મોઇન કુરૈશી કેસ: હૈદરાબાદના વેપારી સતીશ સનાની ધરપકડ