Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 24નાં મોત, કોરોનાનાં નવા 1136 કેસ

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 24નાં મોત, કોરોનાનાં નવા 1136 કેસ

0
34
  • ભારતમાં કોરોનાનાં કેસ 16 લાખને પાર
  • ગુજરાતમાં કોરોનાના કેસ 62 હજારને પાર
  • સમગ્ર રાજ્યમાં 2465 દર્દીઓનાં મોત


અમદાવાદઃ
ભારતમાં કોરોના (Gujarat Corona) નાં કેસ જ્યારે 16 લાખને પાર પહોંચી ગયા છે ત્યારે ગુજરાતની સ્થિતિ પણ ખૂબ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગુજરાતમાં કોરોનાના કેસ 62 હજારને પાર પહોંચી ગયા છે. જો કે, કોરોનાનાં વધતા જતા કેસો વચ્ચે એક સારી બાબત એ છે કે, અન્ય દેશોની સરખાણીએ કોરોના (Gujarat Corona) નાં દર્દીઓનો રિકવરી રેટ ભારતમાં વધુ છે. રાજ્યમાં ગત કેટલાંક દિવસથી કોરોનાનાં કેસ 1000થી વધુ આવી રહ્યાં છે ત્યારે આજે પણ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં નવા 1136 કેસ સામે આવ્યાં છે.

આ પણ વાંચોઃ મ્યુનિ.નાં ભાજપનાં સત્તાધીશોએ “ચૂંટણી માટે ધન સંચય” કાર્યક્રમ શરૂ કર્યાનો આક્ષેપ

1136 નવા કેસ આવતાની સાથે રાજ્યમાં કોરોનાનો કુલ આંક 62,574 પર પહોંચ્યો છે. આજે 875 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 45,782 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે. જેથી ગુજરાતમાં સ્વસ્થ થવાનો દર 73.16 ટકા થયો છે. બીજી બાજુ ચિંતાજનક બાબત એ પણ છે કે, રાજ્યમાં સુરત અને અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ કોરોના સંક્રમિત કેસમાં વધારો થઇ રહ્યો છે. વડોદરામાં ગત 24 કલાકમાં 95 જેટલાં નવા કેસ નોંધાયા છે.

છેલ્લાં 24 કલાકમાં કોરોનાએ રાજ્યમાં 24 દર્દીઓનો ભોગ લીધો છે. જેને લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 2465 દર્દીઓનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જ્યારે રાજ્યમાં હાલમાં કુલ એક્ટિવ કેસ 14327 છે. મહત્વનું એ છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસ 16 લાખને પાર થવાની સાથે દેશમાં અત્યાર સુધીમાં 35 હજારથી વધુ દર્દીઓનાં મોત નિપજ્યાં છે.

છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નોંધાયેલ કેસ

01-08-2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 146
સુરત 262
વડોદરા 95
ગાંધીનગર 29
ભાવનગર 44
બનાસકાંઠા 17
આણંદ 12
રાજકોટ 87
અરવલ્લી 3
મહેસાણા 46
પંચમહાલ 9
બોટાદ 13
મહીસાગર 11
ખેડા 20
પાટણ 14
જામનગર 42
ભરૂચ 16
સાબરકાંઠા 12
ગીર સોમનાથ 37
દાહોદ 30
છોટા ઉદેપુર 7
કચ્છ 20
નર્મદા 19
દેવભૂમિ દ્વારકા 4
વલસાડ 17
નવસારી 11
જૂનાગઢ 42
પોરબંદર 10
સુરેન્દ્રનગર 29
મોરબી 16
તાપી 0
ડાંગ 2
અમરેલી 11
અન્ય રાજ્ય 3

રાજ્યમાં કોરોનાની જિલ્લાવાર સ્થિતિ

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 26663 21481 1603 3579
સુરત 13331 9215 426 3690
વડોદરા 4747 3676 83 988
ગાંધીનગર 1512 1169 43 300
ભાવનગર 1424 984 24 416
બનાસકાંઠા 735 608 16 111
આણંદ 485 416 13 56
રાજકોટ 1891 940 28 923
અરવલ્લી 351 288 26 37
મહેસાણા 900 426 21 453
પંચમહાલ 492 309 17 166
બોટાદ 246 184 5 57
મહીસાગર 351 211 2 138
ખેડા 605 487 15 103
પાટણ 610 404 30 176
જામનગર 765 444 13 308
ભરૂચ 893 609 11 273
સાબરકાંઠા 443 303 8 132
ગીર સોમનાથ 407 254 4 149
દાહોદ 598 143 5 450
છોટા ઉદેપુર 160 113 2 45
કચ્છ 546 325 17 204
નર્મદા 342 246 0 96
દેવભૂમિ દ્વારકા 51 35 2 14
વલસાડ 619 377 5 237
નવસારી 562 385 7 170
જૂનાગઢ 911 674 13 224
પોરબંદર 83 34 3 46
સુરેન્દ્રનગર 805 401 8 396
મોરબી 295 181 5 109
તાપી 152 125 1 26
ડાંગ 20 11 0 9
અમરેલી 466 241 8 217
અન્ય રાજ્ય 113 83 1 29
TOTAL 62574 45782 2465 14327

આ પણ વાંચોઃ પ્રથમ ગ્રાસે મક્ષિકા: રાજપીપળામાં પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલ ખુલે એ પહેલાં જ વિરોધ