Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતી ફિલ્મ નિર્માતાઓએ ખોટી રીતે 4 કરોડની સબસિડી મળવી લીધીઃ કોંગ્રેસ

ગુજરાતી ફિલ્મ નિર્માતાઓએ ખોટી રીતે 4 કરોડની સબસિડી મળવી લીધીઃ કોંગ્રેસ

0
88
  • 2016ના બદલે 2019ની નવી નીતિ મુજબ કરોડો રૂપિયા લીધાનો આરોપ
  • વિરોધ પક્ષના નેતા ધાનાણીની મુખ્યમંત્રી રુપાણીને પત્ર લખી ફરિયાદ

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના નિર્માતાઓ (Gujarati film producers)એ 2016ના બદલે 2019ની નવી નીતિ પ્રમાણે 4 કરોડથી વધુ સબસિડી(Subsidy) ની રકમ મેળવી લીધી હોવાની ફરિયાદ ઉઠી છે. આ ફરિયાદને લઇને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી(Paresh Dhanani)એ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. આ રકમ સરકારમાં પરત મેળવી અન્યાયનો ભોગ બનેલા નિર્માતાઓને ન્યાય મળે તે માટેની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ તેમની સમક્ષ અમદાવાદના મનોજકુમાર ડી. પટેલે 9 સપ્ટેમ્બરના રોજ કરેલી ફરિયાદને મુખ્યમંત્રીને મોકલી આપી છે. તેની સાથે એમ પણ જણાવ્યું છે કે,

“જાન્યુઆરી 2020માં આશરે 37 ગુજરાતી ફિલ્મોના ગુણાંકન આધારિત સબસિડી ગ્રેડેશન માટે સરકારના માહિતી અને પ્રસારણ વિભાગે ફિલ્મ સ્ક્રીનીંગ ગોઠવ્યુ હતું. અરજદારે માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી મેળવી હતી. તે પ્રમાણે 37 ફિલ્મો પૈકી 18 ફિલ્મો એવી નીકળી કે જે વર્ષ 2016, 2017 અને 2018માં રજૂ થયેલી સબસિડી નીતિ 2016 હેઠળ આવતી હતી. છતાં આ ફિલ્મોને 8 માર્ચ 2019ના રોજ આવેલી નવી ફિલ્મ સબસિડી નીતિ 2019 હેઠળ રૂપિયા 4 કરોડ જેટલા વધુ નાણાં ચુકવવામાં આવ્યા છે.”

આ પણ વાંચોઃ શાળા સંચાલકોની રજુઆત બાદ વર્ગ ઘટાડાની કાર્યવાહી સ્થિગત રખાઇ

નિયમો વિરુદ્ધ ફાયદો કરાવ્યાનો આક્ષેપ

આ પ્રકરણમાં સબસિડી માટેના નિયમો બનાવતી અને સજેસ્ટ કરતી મેક્રો લેવલ કમિટીના સભ્યોની ફિલ્મોએ તેમણે જ બનાવેલા નિયમો વિરુધ્ધ જઇ પોતાની ફિલ્મોને ફાયદો કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યાં સુધી કે 2016ના બદલે 2019ની નવી નીતિ મુજબ કરોડો રૂપિયા વધુ લઇ લીધા હોવાનો આરોપ મૂક્યો છે.

નાણાકીય ગેરરીતિની તપાસ કરોઃ ધાનાણી

ધાનાણીએ વધુમાં જણાવ્યું છે કે, જનતાની પરસેવાની કમાણીના રૂપિયા 4 કરોડ અથવા તેથી વધુ ચુકવી દીધેલી રકમ સરકારમાં પરત આવે અને અન્યાય થયેલા ફિલ્મ નિર્માતાઓને ન્યાય મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે. આ બાબતે જરૂરી તપાસ કરાવી ઉક્ત પ્રકરણમાં થયેલા કથિત નાણાકીય ગેરરીતિની તપાસ કરાવી, જનતાની પરસેવાની કમાણીની રકમ સરકારી તિજોરીમાં પરત લાવવામાં આવે અને સાચા ફિલ્મ નિર્માતાઓને મળવાપાત્ર સબસિડીની રકમ મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવા ભલામણ કરી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં 21 ઑક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે