Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > વિધાનસભાની 8 બેઠકોમાંની એક બેઠક પર કોંગ્રેસના બે પાટીદાર નેતા સામસામે, કોને ટિકિટ મળી શકે?

વિધાનસભાની 8 બેઠકોમાંની એક બેઠક પર કોંગ્રેસના બે પાટીદાર નેતા સામસામે, કોને ટિકિટ મળી શકે?

0
130

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીને લઇને મંગળવારના રોજ ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. તારીખ 3જી નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. નોંધનીય છે કે રાજ્યસભામાં ચૂંટણીનાં લીધે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતાં જેને કારણે ખાલી પડેલી આઠ બેઠકો પર પેટાચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવામાં આવશે. જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ટિકિટ મેળવવા માટેનો જંગ જામ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ જીતી શકે તેવી બેઠક પર ટિકિટ મેળવવા માટે કોંગ્રેસના બે પાટીદાર નેતા સામસામે આવી ગયા છે.

સૌરાષ્ટ્રમાં હાલ કોંગ્રેસમાં ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. ત્યારે ગુજરાતની જે આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે તેમાં ધારી બેઠકની ટિકિટ મેળવવા માટે જોરદાર જંગ જામી છે. ધારીમાં કોંગ્રેસના બે પાટીદાર નેતા જ ટિકિટ અપાવવા સામસામે આવી ગયા છે. ત્યારે આ બેઠક પરથી હવે ટિકિટ કોને મળશે તેની પર સૌ કોઇની નજર છે. ધારીમાં કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મર પોતાની જ પુત્રી જેનીબેન ઠુમ્મરને ટિકિટ અપાવવા સક્રિય છે. જેનીબેન હાલ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ હોવાથી તેમને ટિકિટ મળે તેવી સંભાવના છે.

તો બીજી બાજુ વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સુરેશ કોટડિયાને આગળ કરી રહ્યાં છે. એવી સ્થિતિમાં બે પાટીદાર નેતાઓ સામસામે આવી ગયા છે. જો કે આ બેઠકને લઇને વિપક્ષના નેતા દુરાગ્રહ નહીં રાખે તો કદાચ આ બેઠક જીતવી કોંગ્રેસ માટે સરળ બની રહેશે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે.વી. કાકડિયાએ પક્ષપલટો કર્યો હોવાથી મતદારો તેમનાથી નારાજ છે ત્યારે બંને પાટીદાર નેતાઓને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે કપરાડા બેઠકથી જીતુ ચૌધરી, ડાંગથી મંગલ ગાવિત, લીંબડીથી સોમા પટેલ, ગઢડાથી પ્રવીણ મારુ, ધારીથી જેવી કાકડિયા, મોરબીથી બ્રિજેશ મેરજા, કપરાડાથી અક્ષય પટેલ અને અબડાસાથી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ રાજીનામા આપ્યા હતા, જેથી આ બેઠકો ખાલી પડી હતી, જેના પર પેટાચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવામાં આવશે અને દસમી નવેમ્બરે પરિણામ આવશે.