Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > Gujarat Unlock 3 : નવી ગાઇડલાઇન જાહેર, જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ?

Gujarat Unlock 3 : નવી ગાઇડલાઇન જાહેર, જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ?

0
150
  • કેન્દ્ર સરકાર બાદ ગુજરાતમાં અનલોક-3 ગાઇડલાઇન જાહેર
  • રાજ્યમાં 8 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે
  • અન્ય બાબતોમાં કેન્દ્રની ગાઇડલાઇનનું પાલન કરાશે

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન બાદ હવે ગુજરાત સરકારે પણ અનલોક-3 (Gujarat Unlock 3) ની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. જેમાં કેટલાંક સુધારા-વધારા કરવામાં આવ્યાં છે. ડે. સીએમ નીતિન પટેલે આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું કે, “અનલોક-3 (Gujarat Unlock 3) માટે કેન્દ્રની ગાઈડલાઈનને અનુસરવામાં આવશે. 1 ઓગસ્ટથી રાત્રી કરફ્યુમાં મુક્તિ રહેશે. જ્યારે રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. જિમ અને યોગા સેન્ટરો પણ 5 ઓગસ્ટથી ખોલી શકાશે. હોટલ-રેસ્ટોરાં 10 વાગ્યા સુધી જ ખુલ્લાં રહેશે. જ્યારે અન્ય બાબતોમાં કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું પાલન કરાશે.”

જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ?

– સમગ્ર રાજ્યમાં 1 ઓગસ્ટથી રાત્રી કરફ્યુમાં મુક્તિ
– દુકાનો 8 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે
– જિમ અને યોગ સેન્ટરો 5 ઓગસ્ટથી ખુલશે
– હોટલ-રેસ્ટોરાં 10 વાગ્યા સુધી જ ખુલ્લાં રહેશે

આ પણ વાંચોઃ Unlock 3 : રાત્રી કરફ્યુ ખતમ, જાણો કયા-કયા સ્થળો પર રહેશે પ્રતિબંધ?

જાણો કેન્દ્ર સરકારની શું છે ગાઇડલાઇન?

દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણનાં કેસને કારણે કેન્દ્ર સરકારે અનલોક -3ની ગાઇડલાઇન જાહેર તો કરી દીધી છે. જો કે સાથે કેટલાંક સ્થળો પર હજી સુધી પ્રતિબંધ લગાવી રાખવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન અનુસાર દેશમાં 1લી ઓગસ્ટથી નાઈટ કરફ્યુ હટાવી દેવામાં આવ્યો છે. જ્યારે 5 ઓગસ્ટથી જીમ અને યોગા સેન્ટરો ખોલવાની મંજૂરી અપાઇ છે. પરંતુ 31 ઓગસ્ટ સુધી સ્કૂલ-કોલેજો, મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, થિએટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ પહેલાની જેમ યથાવત રહેશે.

આ ઉપરાંત જાહેર કે ખાનગી કાર્યક્રમો યોજવા પર પણ સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. કોઇ પણ પ્રકારની ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ યથાવત રહેશે. સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન અનુસાર આગામી 1થી 31 ઓગસ્ટ દરમિયાન આ નિયમો લાગુ પડશે. જો કે કેન્દ્રની ગાઇડલાઇન અનુસાર 15મી ઓગસ્ટની ઉજવણી કરી શકાશે. બીજી બાજુ કન્ટેઈનમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉનનું પાલન જાળવવાનું રહેશે.

કેન્દ્ર સરકારે કયા સ્થળો પર પ્રતિબંધ લગાવ્યો અને કોના પર નહીં?

મેટ્રો, રેલ્વે, સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને થિએટરો પર પ્રતિબંઘ.
સ્કૂલો, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે.
જિમ અને અખાડાઓને 5 ઓગસ્ટ 2020થી ખોલવાની મંજૂરી અપાશે.

આ પણ વાંચોઃ ખુશખબર : ડીઝલ (Diesel) 8.36 રૂપિયા સસ્તું થયું, આ રાજ્યએ આપી મોટી ભેટ