Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત યૂનિવર્સિટીના કારણે ડૉક્ટરોના ભવિષ્યની ‘બત્તી ગુલ’

ગુજરાત યૂનિવર્સિટીના કારણે ડૉક્ટરોના ભવિષ્યની ‘બત્તી ગુલ’

0
522

ગુજરાત યૂનિવર્સિટીમાં જ્યારથી કુલપતિ હિમાંશુ પંડ્યાએ પદભાર સંભાળ્યો છે ત્યારથી યૂનિવર્સિટી વિવાદમાં ઘેરાયેલી છે. ગુજરાત યૂનિવર્સિટીમાં આજથી MBBSની પ્રથમ વર્ષની પરીક્ષા ચાલુ થઇ છે ત્યારે વીજ પૂરવઠો ખોરવાતા પરીક્ષા 45 મિનિટ મોડી શરૂ થઇ હતી. મહત્વપૂર્ણ છે કે ગુજરાત યૂનિવર્સિટીનું 200 કરોડથી વધુનું કસ્ટ્રક્શનનું ટેન્ડર હોવા છતા ગુજરાત યૂનિવર્સિટી જનરેટર જેવી સામાન્ય વ્યવસ્થા કરી શકવા અસક્ષમ છે.


વીજ પૂરવઠો ખોરવાતા 45 મિનિટ લેટ શરૂ થઇ પરીક્ષા

એક કલાકનો સમય હોવા છતા યૂનિવર્સિટી વેકલ્પિક વ્યવસ્થા કરી શકી નહતી. વિદ્યાર્થીઓને કોમર્સ બિલ્ડિંગથી શિફ્ટ કરીને બીકે મેનેજમેન્ટ બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને પરીક્ષા લેવામાં આવી હતી. યૂનિવર્સિટીએ 200 કરોડથી વધારાના કસ્ટ્રક્શનનું ટેન્ડર બહાર પાડ્યુ છે પરંતુ જનરેટર જેવી સામાન્ય વ્યવસ્થા આ યૂનિવર્સિટી કરી શકતી નથી. ગુજરાત યૂનિવર્સિટીમાં 2 વાગ્યે વીજ પુરવઠો ખોરવાયો હતો જ્યારે MBBSના વિદ્યાર્થીઓની પ્રથમ વર્ષની પરીક્ષા 3 વાગ્યે શરૂ થવાની હતી તેમ છતા પણ યૂનિવર્સિટી વીજ પુરવઠાની વ્યવસ્થા કરી શક્યુ નહતું જેને કારણે પરીક્ષા 45 મિનિટ મોડી શરૂ થઇ હતી.

આધુનિક ભારતમાં ગુજરાત યૂનિવર્સિટી જેવા વિભાગમાં જનરેટર જેવી કોઇ વ્યવસ્થા ના હોય તે દુખદ છે.NSUI વિપક્ષના નેતા પવન કાપડીયાએ રજૂઆત કરી છે કે વીજ પૂરવઠો ખોરવાય તો તેના વિકલ્પના ભાગરૂપે જનરેટર જેવી કોઇ અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ કરી છે.

ભારત સરકારે TB રોગ નાબૂદ કરવા અપનાવી નવી તરકીબ, દર્દી શોધી લાવનારને મળશે ઇનામ