Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > શાળાઓ ખોલવા મામલે ગુજરાત સરકારની સ્પષ્ટતા, વાલીઓની ચિંતા હળવી

શાળાઓ ખોલવા મામલે ગુજરાત સરકારની સ્પષ્ટતા, વાલીઓની ચિંતા હળવી

0
276
  • રાજ્યમાં શાળાઓ ખોલવા મામલે મોટા સમાચાર
  •  દિવાળી સુધી ગુજરાતમાં શાળાઓ નહીં ખુલે
  • દિવાળી બાદ રાજ્યમાં શાળાઓ ખોલવી કે નહીં તે અંગે વિચારણા થશે

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સ્કૂલોને લઇને મહત્વપૂર્ણ નિર્ણય (Gujarat School news) કર્યો છે. છેલ્લાં કેટલાંય સમયથી મનમાં ગૂંચવતા પ્રશ્નનું આજે સમાધાન થઇ ગયું. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે તેવું જણાવ્યું.

સરકારે જણાવ્યું કે, “દિવાળી બાદ રાજ્યમાં કોરોનાને લઇને કેવી પરિસ્થિતિ છે તેનાં આધારે શાળા શરૂ કરવા અંગે આગામી નિર્ણય લેવાશે.” અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અનલોકમાં ધીરે-ધીરે હવે બધું ખુલી રહ્યું છે. પરંતુ હજુ સુધી સરકારે શાળાઓ ખોલવાની પરવાનગી નથી આપી. ત્યારે એવામાં સરકાર દ્વારા સ્કૂલો ખોલવાને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. દરેક વાલીઓના મનમાં એ સવાલ ઉદ્દભવતો હશે કે આખરે બાળકોની શાળાઓ ક્યારે ખુલશે.

આ પણ વાંચોઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં તૈનાત જવાનો સહિત કુલ 50 લોકો કોરોના પોઝિટિવ

દિવાળી સુધી શાળાઓ નહીં ખોલવાનો ગુજરાત સરકારે નિર્ણય (Gujarat School news) કર્યો છે. માત્ર એટલું જ નહીં પરંતુ દિવાળી બાદ શાળાઓ ખોલવી કે નહીં તે અંગે પણ વિચારણા ચાલી રહી છે. રાજ્ય સરકારે જણાવ્યું કે, “દિવાળી બાદ શાળાઓ ખોલવા અંગે કોરોનાની વર્તમાન સ્થિતિને જોઈને જ નિર્ણય લેવાશે.” આ અંગે ગાંધીનગરની બેઠકમાં ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઇએ કે માર્ચ 2020થી શાળાઓ બંધ છે. શાળાઓ નહીં ખોલવાનાં સરકારના આ નિર્ણયને વાલીઓ અને સંચાલકોએ આવકાર્યો છે. રાજ્યમાં કોરોનાની વક્રરેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં બેઠક યોજાઈ છે

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં GCERT ખાતે શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં શિક્ષકોનાં વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચા થઈ હતી અને શાળાની ગ્રાન્ટ કાપવામાં આવે છે તે બાબતે પણ ચર્ચા થઇ હતી. આ સિવાય શિક્ષકની 5 વર્ષની નોકરી સળંગ કરાય તે બાબતે પણ પરિપત્ર કરાશે. આ સાથે જ બિન શૈક્ષણિક કર્મચારીની ભરતીનો પ્રશ્ન હલ થાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તદ્ઉપરાંત અભ્યાસના ઘટાડા બાબતે પણ ફરી વાર બેઠક યોજવામાં આવશે. ટૂંક સમયમાં સતાવાર રીતે આ અંગે જાહેરાત પણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Corona Effect : રાજકોટ, સુરત, ખેડબ્રહ્મા, જુનાગઢમાં સ્વયંભૂ લોકડાઉન