Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > નીતિન પટેલે નવરાત્રિ અંગે આપ્યા હતા સંકેત, પણ CM રુપાણીએ શું કહ્યું…

નીતિન પટેલે નવરાત્રિ અંગે આપ્યા હતા સંકેત, પણ CM રુપાણીએ શું કહ્યું…

0
307

રાજયમાં કોરોના વાયરસની મહામારીને લઈ સીએમ રુપાણીએ નવરાત્રિને લઈ એક મહત્વનો નિર્ણય લીધો છે. તેઓએ આગામી સમયમાં યોજાનારો રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે.

રાજયમાં દિવસે દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. થોડાક દિવસો પહેલા સીએમ રુપાણીએ મોહરમ અને ગણેશ વિસર્જન સહિત ઘણા તહેવારો પણ રદ્દ કર્યા હતા. છેલ્લા એક વર્ષથી રાહ જોઈ રહેલા ગરબા રસીયોઓમાં નિરાશા જોવા મળશે. સીએમ રુપાણીએ આ વખતે તમામ પાર્ટી પ્લોટ અને જાહેર સ્થળો પર થતા તમામ ગરબા પર પ્રતિબંધ રાખવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: શંકરસિંહનું કેમ્પેઇન : ગુજરાતમાં દારૂબંધી હટાવવા અભિયાન શરૂ કર્યું

જો કે, આ અંગે થોડાક દિવસો પહેલા નીતિન પટેલે પણ નવરાત્રિને લઈ એક નિવેદન આપ્યું હતું. રૂપાલના એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખેલૈયા નવરાત્રિની કાગડોળે રાહ જોતા હોય છે. કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક છે ત્યારે સરકાર આ અંગે વિચારણા કરશે. ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે પણ કોરોનાના કારણે મોટો ખતરો છે ત્યારે હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ જરૂરી છે, તેથી સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે. સરકાર કોવિડ 19ની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિમાં છૂટછાટ આપવા અંગે વિચારી કરી રહી છે.

રાજકોટના સૌથી મોટા સહિયર અને સરગમ ક્લબ ગ્રુપ દ્વારા રાસોત્સવ નહીં યોજાય

રાજકોટમાં કોરોના સંક્રમણ વધવાના કારણે તાજેતરમાં જ શહેરના બે અર્વાચીન રાસ ગરબા સંચાલકોએ આ વર્ષે આયોજન રદ કરવાની જાહેરાત કરી છે. રાજકોટ મોટા ગણાતા સહિયર અને સરગમ ગ્રુપના સંચાલકો દ્વારા નવરાત્રિ રદની જાહેરાત કરી છે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા રદ

સમગ્ર ગુજરાતમાં જેની નામના છે એવી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી યોજાશે નહીં. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ થોડા દિવસ પહેલા આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ હજુ યથાવત છે, આવનારા સમયમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચૂસ્ત પાલન અનિવાર્યપણે કરવાનું છે. આવા સંજોગોમાં નાગરિકોની સલામતી એ આપણી પ્રાથમિકતા છે અને એટલે ગાંધીનગર કલ્ચરલ ફોરમે આ વર્ષે નવરાત્રી મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે.