Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજયમાં ભાદરવો ભરપૂર: આગામી બે દિવસમાં અતિભારે વરસાદની આગાહી

રાજયમાં ભાદરવો ભરપૂર: આગામી બે દિવસમાં અતિભારે વરસાદની આગાહી

0
101
  • ભુજમાં વીજળીનાં કડાકા સાથે ધોધમાર વરસાદ

  • ભૂજમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ

  • અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા

રાજયમાં છેલ્લા કેટલા સમયથી વરસાદે વિરામ લેતા ભારે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે ભુજમાં બપોરનાં 1થી 3 વાગ્યાની વચ્ચે માત્ર બે કલાકનાં ગાળામાં વીજળીનાં કડાકાને ભડાકા સાથે સાડાત્રણ ઈંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા.જો કે, રાજયમાં આગામી સમયમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં કેટલાક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી સમયમાં ગુજરાતના ઘણા એવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં અત્યાર સુધી 122 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો. સૌથી વધું બનાસકાંઠાનાં તલોદમા 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાનું કદ વધ્યું, હવે Z કેટેગરીની સુરક્ષા

આ ઉપરાંત ભાવનગરના વલભીપુર અને ઉમરાળામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આમ, રાજયના 42 તાલુકાઓમાં 1 ઇંચથી લઈને 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સવારે 8 વાગ્યા સુધીમાં માત્ર 7 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. જો કે, આ સાત તાલુકામાં નહિવત જેટલો વરસાદ વરસ્યો છે

બંગાળની ખાડી અને મહારાષ્ટ્રનાં કાંઠે સર્જાયેલી સિસ્ટમને પગલે કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને લઈ કચ્છના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાની ફરિયાદે પણ સામે આવી હતી.

જો કે, બપોરનાં 2 વાગ્યા બાદ 3 વાગ્યા સુધી ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા એક કલાકમાં વધુ એક ઈંચ વરસાદ પડતા સાડાત્રણ ઈંચ જેટલા પડેલા ભારે વરસાદને પગલે મોટા બંધમાં જોશભેર પાણીનો પ્રવાહ શરૃ થતાં તે પાણી હમીરસર તળાવમાં પહોંચ્યા હતા.

આ પણ વાંચો: માત્ર રાજધાની એક્સપ્રેસમાંથી મળેલા કોરોના પોઝિટિવનો આંકડો 100ને પાર

દરમ્યાન વીજ કડાકા – ભડાકાને પગલે પીજીવીસીએલ તંત્રે સાવચેતીનાં ભાગરૃપે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરી નાખ્યો હતો.કલેકટર કચેરી હસ્તેનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલી વરસાદી આંકડામાં બપોરનાં 4 વાગ્યા સુધીમાં ભુજમાં 89 મી.મી.વરસાદ પડયો હતો.આમ કુલ સીઝનનો 1202 મી.મી.વરસાદ નોંધાયો હતો.