Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આગામી પાંચ દિવસમાં હળવાથી સામાન્ય વરસાદની શકયતા

આગામી પાંચ દિવસમાં હળવાથી સામાન્ય વરસાદની શકયતા

0
45
  • છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 101.10 ટકા વાવેતર

  • કુલ-168 જળાશય હાઇ એલર્ટ, 10 જળાશય એલર્ટ તથા 9 જળાશય વોર્નિંગ ઉપર

અમદાવાદ: રાજ્યના રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. આ વેબીનારમાં આગામી પાંચ દિવસમાં હળવાથી સામાન્ય વરસાદ (Gujarat Monsoon latest News) થવાની શકયતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

વેધર વોચ ગૃપના વેબીનાર બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મિડીયાને વિગતો આપતા રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યુ કે, આજે સવારે 6 થી બપોરના 12 સુધી 5 તાલુકાઓમાં 1 મીમીથી લઇ 6 મીમી સુધી વરસાદ (Gujarat Monsoon latest News) નોધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ 6 મીમી વરસાદ (Gujarat Monsoon latest News) વરસ્યો છે.

રાજયમાં અત્યાર સુધી તા.15/09/2020 અંતિત 1051.22 મીમી વરસાદ (Gujarat Monsoon latest News) પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 831 મીમી ની સરખામણીએ 126.50% છે.

આ પણ વાંચો: સિંહણ શ્રેયાનું કાર્ડીઆક ફેલ્યોરના કારણે મુત્યુ  Good News

હર્ષદ પટેલે વધુમાં કહ્યુ કે, IMDના અધિકારી દ્વારા આ બેઠકમાં જણાવાયુ છે કે, રાજ્યમાં હાલમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદ (Gujarat Monsoon latest News) થવાની શક્યતા નહિવત્ છે. ત્યારબાદના બે દિવસમાં રાજ્યના અમૂક સ્થળોએ સામાન્યથી હળવો વરસાદ થવાની અને એક-બે સ્થળોએ ભારે વરસાદ વરસવાની પણ શક્યતા છે. આમ આગામી પાંચ દિવસોમાં હળવાથી સામાન્ય વરસાદ (Gujarat Monsoon latest News) થઇ શકે તેમ છે.

બેઠકમાં કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે તા.14/09/2020 સુધીમાં અંદાજીત 85.83 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 85.29 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 101.10 ટકા વાવેતર થયુ છે.

સિંચાઇ વિભાગ દ્વારા આ બેઠકમાં જણાવાયું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં 3,26,127 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના 97.62 ટકા છે. રાજયનાં 205 જળાશયોમાં કુલ જળસંગ્રહ 90.51 ટકા છે. હાલ રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-168 જળાશય, એલર્ટ ઉ૫ર કુલ-10 જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર કુલ-09 જળાશય છે.

આ પણ વાંચો: Corona દર્દીઓના ફેફસાં મજબુત કરશે ‘સ્પાઈરોમેટ્રી કસરત   Good News

અમદાવાદ શહેરમાં આજે બપોરના સમયમાં ઘણા એવા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભારે બફારા બાદ વરસાદ (Gujarat Monsoon latest News) પડતા લોકોમાં ભારે રાહત જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા ભુજમાં બપોરનાં 1થી 3 વાગ્યાની વચ્ચે માત્ર બે કલાકનાં ગાળામાં વીજળીનાં કડાકાને ભડાકા સાથે સાડાત્રણ ઈંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા.જો કે, રાજયમાં આગામી સમયમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં કેટલાક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદની (Gujarat Monsoon latest News) આગાહી છે.

Gujarat Monsoon latest News

 

આગામી સમયમાં ગુજરાતના ઘણા એવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ (Gujarat Monsoon latest News) વરસી શકે છે. ગુજરાતમાં અત્યાર સુધી 122 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો. સૌથી વધું બનાસકાંઠાનાં તલોદમા 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો: રાજયમાં ભાદરવો ભરપૂર: આગામી બે દિવસમાં અતિભારે વરસાદની આગાહી

આ ઉપરાંત ભાવનગરના વલભીપુર અને ઉમરાળામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ (Gujarat Monsoon latest News) વરસ્યો છે. આમ, રાજયના 42 તાલુકાઓમાં 1 ઇંચથી લઈને 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સવારે 8 વાગ્યા સુધીમાં માત્ર 7 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. જો કે, આ સાત તાલુકામાં નહિવત જેટલો વરસાદ વરસ્યો છે.

બંગાળની ખાડી અને મહારાષ્ટ્રનાં કાંઠે સર્જાયેલી સિસ્ટમને પગલે કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને (Gujarat Monsoon latest News) લઈ કચ્છના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાની ફરિયાદે પણ સામે આવી હતી.

જો કે, બપોરનાં 2 વાગ્યા બાદ 3 વાગ્યા સુધી ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા એક કલાકમાં વધુ એક ઈંચ વરસાદ (Gujarat Monsoon latest News) પડતા સાડાત્રણ ઈંચ જેટલા પડેલા ભારે વરસાદને પગલે મોટા બંધમાં જોશભેર પાણીનો પ્રવાહ શરૃ થતાં તે પાણી હમીરસર તળાવમાં પહોંચ્યા હતા.

આ પણ વાંચો: પોપ્યુલર ગ્રૂપના નબીરાઓનું કારસ્તાન: જવેલર્સને મારમારી બાનાખત રદ, 60 લાખની ઠગાઈનો આક્ષેપ

દરમ્યાન વીજ કડાકા – ભડાકાને પગલે પીજીવીસીએલ તંત્રે સાવચેતીનાં ભાગરૃપે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરી નાખ્યો હતો.કલેકટર કચેરી હસ્તેનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલી વરસાદી આંકડામાં બપોરનાં 4 વાગ્યા સુધીમાં ભુજમાં 89 મી.મી.વરસાદ પડયો હતો.આમ કુલ સીઝનનો 1202 મી.મી.વરસાદ નોંધાયો હતો.

જો કે, ગુજરાત રાજયમાં છેલ્લા કેટલા સમયથી ગરમીના પ્રમાણમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ભારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયમાં તમામ સુમસામ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના ઘરમાંથી બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.