Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતમાં MD ડ્રગ્સ સપ્લાય કરતો મહારાષ્ટ્રનો માફીયા અફાકબાવા ઝડપાયો, પુત્ર ફિદા ફરાર

ગુજરાતમાં MD ડ્રગ્સ સપ્લાય કરતો મહારાષ્ટ્રનો માફીયા અફાકબાવા ઝડપાયો, પુત્ર ફિદા ફરાર

0
152
  • MD ડ્રગ્સના મુખ્ય સપ્લાયર ડ્રગ્સ માફીયા અફાકબાવાને મહારાષ્ટ્ર કર્ણાટકની બોર્ડરેથી ઝડપી લેવાયો
  • અફાકબાવા ક્રાઇમ બ્રાન્ચના બે કેસ તેમજ DRIએ ઝડપેલા 50 કિલો મેફેડ્રોન કેસમાં પણ વોન્ટેડ હતો
  • આરોપી મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકની બોર્ડર પર ફરતો રહેતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું

અમદાવાદ : ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોલ્હાપુર જિલ્લાના સ્પેશયલ યુનીટની મદદથી ગુજરાતમાં એમ.ડી ડ્રગ્સ (Gujarat MD drugs latest news) ના મુખ્ય સપ્લાયર ડ્રગ્સ માફીયા અફાકબાવાને મહારાષ્ટ્ર કર્ણાટકની બોર્ડરેથી ઝડપી લીધો છે. અફાકબાવાનો પુત્ર ફિદા હજુ પણ ફરાર છે. શહેઝાદ અને ઇમરાન અજમેરીને આરોપી અફાકબાવા એમ.ડી આપતો હોવાનું ખુલ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.એન.ચાવડા અને પીએસઆઈ એ.પી.જેબલિયાની ટીમે કોલ્હાપુર સ્પેશ્યલ યુનીટની મદદથી અફાકએહમદ ઉર્ફે અફાકબાવા ઉર્ફે અસ્ફાક બાવા ઉર્ફે આફત બાવા ઉંમર કારોલને ઝડપી લીધો છે. મૂળ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના કિનાલે ગામના વતની અફાકબાવા હાલમાં સીતાફળવાડી, લાઈટ હાઉસ બિલ્ડીંગ મંજગાવ, મુંબઈમાં રહે છે. અફાકબાવા અને તેના પુત્ર ફિદાએ એમ.ડી ડ્રગ્સ (Gujarat MD drugs latest news) નો જથ્થો સપ્લાય કર્યો હોવાનું ચાર દિવસ અગાઉ પકડાયેલા આરોપી શહેઝાદ તેજાબવાલા અને ઇમરાનની પૂછપરછમાં ખુલ્યું હતું. શહેઝાદ 2019માં પકડાયો ત્યારે પણ અફાકબાવાનું નામ ખુલ્યું હતું.

(Gujarat MD drugs latest news)

આ પણ વાંચોઃ સુરતના બે વેપારીને અમદાવાદમાં ગોંધી રાખી માર મારી મહિલાએ 50 લાખની ખંડણી માંગી

અફાકબાવા ક્રાઇમ બ્રાન્ચના બે કેસ તેમજ DRIએ ઝડપેલા 50 કિલો મેફેડ્રોન કેસમાં પણ વોન્ટેડ હતો. 2019માં ગુજરાતમાં એમ.ડી (Gujarat MD drugs latest news) નો જથ્થો પકડાતા અફાકબાવા બેલગામ જતો રહ્યો હતો. ચાર દિવસ પહેલાં ક્રાઇમ બ્રાન્ચે શહેઝાદ તેજાબવાલા, ઇમરાન અજમેરી, પોલીસ કર્મચારી ફિરોઝ નાગોરીને રૂ.1 કરોડના મેફેડ્રોન મામલે પકડ્યાં હતાં. શહેઝાદે આ જથ્થો અફાકબાવા અને ફિદાએ આપ્યાનું જણાવ્યું હતું. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે અફાકબાવાની તપાસ કરી હતી. આરોપી મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકની બોર્ડર પર ફરતો રહેતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે આરોપીને કોલ્હાપુર યુનીટની મદદથી ઝડપ્યો હતો.

પોલીસે 4 દિવસ અગાઉ વડોદરા એક્સપ્રેસ વે પરથી જમાલપુર હજારીની પોળમાં રહેતાં પોલીસવાળા ફિરોઝ મહંમદખાન નાગોરી (ઉં,50), મહંમદ આરીફ ઉર્ફ મુન્નો જમાલુદ્દીન કાઝી (ઉં,48) અને જમાલપુરમાં બીસ્મિલ્લાહનગરમાં રહેતો ઇમરાન ઉર્ફે ઇમ્મો ઇબ્રાહિમ પઢીયાર (ઉં,28) ને રૂ.1 કરોડના મેફેડ્રોન સાથે ઝડપ્યાં હતાં. આ આરોપીઓની પૂછપરછમાં શહેઝાદ અને ઇમરાનનું નામ ખુલતા એ ક્રાઈમ બ્રાન્ચે બન્નેને મુંબઈથી ઝડપ્યાં હતાં.

આ પણ વાંચોઃ ISROની તૈયારી, હવે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં 5 નહીં પરંતુ 4 જ એન્જીન હશે