Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જાહેર સ્થળો પર ધુમ્રપાન કરનાર લોકોમાં ગુજરાત મોખરે, ₹ 80 લાખનો દંડ વસૂલાયો

જાહેર સ્થળો પર ધુમ્રપાન કરનાર લોકોમાં ગુજરાત મોખરે, ₹ 80 લાખનો દંડ વસૂલાયો

0
250

દેશમાં જાહેર સ્થળો પર ધુમ્રપાન કરનાર લોકોમાં ગુજરાત સૌથી આગળ છે, જયારે રાજસ્થાનમાં શૈક્ષણિક સંસ્થાઓના 100 મીટરની ત્રિજ્યામાં ધુમ્રપાનની વસ્તુઓ સૌથી વધારે વેચવામાં આવે છે. તમાકુના ઉત્પાદકોના સેવન પર કોટપા એકટ (સિગારેટ એન્ડ અન્ડર ટોબેકો પ્રોડક્ટ) હેઠળ થઈ ગયેલ કાર્યવાહી દરમિયાન પાછલા વર્ષે 4,34,79,000 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

અરુણાચલ પ્રદેશમાં ફક્ત એક જ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કેન્દ્રના આ કાયદા પર રાજ્ય સરકાર કાર્યવાહી કરે છે. તમાકુના સેવનથી થનાર બીમારીઓના કારણે દર વર્ષે બે લાખથી વધારે લોકોના મોત થાય છે.

ગુજરાતમાં જાહેર જગ્યાઓ પર ધૂમ્રપાન કરનારને 65,770 લોકો પાસેથી 79.79 લાખ રુપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત 8,712 દુકાનદારોને મેમો આપવામાં આવ્યાં હતાં, જેઓ 18 વર્ષથી ઓછી વયના લોકોને તમાકુંના ઉત્પાદનો વેચતા હતા.

રાજસ્થાનમાં 29,885 મેમો એટલા માટે આપ્યા હતા કે, તેઓ શૈક્ષણિક સંસ્થાઓની 100 મીટરના ત્રિજયામાં તમાકુમાંથી બનેલા ઉત્પાદકોનું વેચાણ કરી રહ્યા હતા. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ વસ્તી હોવા છતાં માત્ર 1,727 મેમો આપવામાં આવ્યા છે, જ્યારે બિહારમાં 823 લોકોને મેમો આપવામાં આવ્યા છે.

બ્રિટનમાં ગુજરાતી મૂળના પ્રથમ ગૃહમંત્રી બન્યા પ્રીતિ પટેલ