Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતના પ્રિન્સિપલ CCIT ઇન્કમટેક્સ તરીકે અમિત જૈનની વરણી

ગુજરાતના પ્રિન્સિપલ CCIT ઇન્કમટેક્સ તરીકે અમિત જૈનની વરણી

0
75

ગાંધીનગરઃ ગુજરાતના સિનિયર IRS અધિકારી અમિત જૈનની બદલી અમદાવાદથી મુંબઈ પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ તરીકે કરવામાં આવી હતી. તેઓને ફરી એકવાર મુંબઈથી બદલીને અમદાવાદ PrCCIT તરીકે મુકવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયના રેવન્યુ વિભાગમાં બદલીના નિર્ણયો લેવામાં આવ્યો છે. આ નિર્ણયમાં સિનિયર IRS અધિકારી અમિત જૈનની બદલી મુંબઈથી અમદાવાદ પ્રિન્સિપલ ચીફ કમિશનર ઈન્કમટેક્સ તરીકે કરવામાં આવી છે. નોંધનીય છે કે થોડા જ સમય પહેલા તેમની બદલી અમદાવાદથી જ મુંબઈ PrCCIT તરીકે કરવામાં આવી હતી. આ સાથે જ ગુજરાતના તત્કાલીન પ્રિન્સિપલ ચીફ કમિશનર ઇન્કમ ટેક્સ પ્રિતમ સિંઘની બદલી ગુજરાતથી PrCCITથી ઉત્તર પ્રદેશ પૂર્વના PrCCIT તરીકે કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતના નિવૃત IAS જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર GC મુર્મુનું રાજીનામું

અમદાવાદમાં અમિત જૈન ડિરેક્ટર જનરલ ઈન્વેસ્ટિગેશન અને PrCCIT 1નો પણ વધારાનો ચાર્જ સંભાળશે અને હાલ મુંબઈનો હવાલો શ્રી પતંજલિને આપવામાં આવ્યો છે. જે PrCCIT-2 તરીકે ફરજ બજાવે છે. જો કે, દેશમાં 30 ઇન્કમ ટેક્સ કમિશનર ઓફિસરોની પણ બદલી કરવામાં આવી હતી. આ બદલીઓમાં અમદાવાદના PrCCIT-1 સુમંત સિંહાની જયપુર ખાતે બદલી કરવામાં આવી હતી. અમિત જૈનને હાલ અમદાવાદમાં PrCCIT-1નો એડિશનલ ચાર્જ સોંપવામાં આવ્યો છે.