Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ગુજરાત હાઇકોર્ટનો તબક્કાવાર ધોરણે કોર્ટની કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય

ગુજરાત હાઇકોર્ટનો તબક્કાવાર ધોરણે કોર્ટની કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય

0
58
  • અનલોકડાઉન-4માં ગુજરાત હાઇકોર્ટ પણ કામકાજ શરૂ કરશે
  • ન્યાયાધીશોને કોર્ટમાં આવવાનો કે વિડીયો કોન્ફરન્સિંગનો વિકલ્પ અપાયો

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે કોરોનાના લીધે બંધ થયેલા કોર્ટરૂમો તબક્કાવાર ધોરણે ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કોર્ટે શરૂ થનારી સુનાવણીમાં વકીલો માટે શરતો લાદી છે કે તેઓ કોર્ટની કાર્યવાહી શરૂ થયા પછી કોઈપણ પ્રકારની સુનાવણીને મોકૂફ રાખવાની માંગ નહીં કરે.

હાઇકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીએ કોર્ટોને ફરીથી શરૂ કરવાના લીધેલા નિર્ણય પછી મુખ્ય ન્યાયાધીશે આ અંગેનો આદેશ પસાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એક ડિવિઝન બેન્ચ અને બેથી ત્રણ ન્યાયાધીશની બેન્ચ 14 સપ્ટેમ્બરના પ્રથમ તબક્કાથી કોર્ટનું કામકાજ શરૂ કરશે.

આ પણ વાંચોઃ સાવકી માતાના ઠપકા બાદ ગુમ બાળકીને 250 પોલીસકર્મીઓએ મહામહેનતે શોધી

ડિવિઝન બેન્ચ અને સિંગલ જજ બેન્ચ ફોજદારી કેસો સંભાળશે. સિવિલ (દીવાની) જજ બેન્ચ 500 જૂના સિવિલ કેસો જોશે, આ સિવાય તે એ કેસો પણ જોશે જેમા હાઇકોર્ટે નીચલી કોર્ટની પ્રક્રિયાઓ પર પ્રતિબંધ મૂક્યો છે, તેમા જમીન સંપાદન અને મોટર અકસ્માતના દાવાનો સમાવેશ થાય છે.

હાઇકોર્ટે જણાવ્યું છે કે કોર્ટરૂમમાં ફિઝિકલ સુનાવણી દરમિયાન હાજર રહેવા માંગતા વકીલોએ ફિઝિકલ હીયરિંગ કન્સેન્ટ મોડ્યુલ દ્વારા તેમની હાજરીની મંજૂરી લેવી પડશે. આ મંજૂરીઓના આધારે સુનાવણીઓની સાપ્તાહિક યાદી તૈયાર કરવામાં આવશે.

આ અંગેની પ્રક્રિયાઓને સમજાવતા હાઇકોર્ટે ફોજદારી કેસોની સુનાવણીની જોગવાઈમાં કહ્યું હતું કે ક્રિમિનલ અપીલ્સમાં આગોતરી નોટિસ આપીને નોંધાવાઈ હોય તે સિવાય કોઈપણ પ્રકારની સુનાવણી મોકૂફની વિનંતી નહી સ્વીકારાય અને તેમા એપેલન્ટ સાઇડના પક્ષકારોની મંજૂરી જોઈશે.

આ પણ વાંચોઃ  હાર્દિકની હાજરીમાં કોર્પો. સહિત BJPના 20 કાર્યકરો જોડાયા કોંગ્રેસમાં

સિવિલ મેટરોમાં સુનાવણી અંગે કોર્ટે થોડું ઉદાર વલણ અપનાવ્યું છે. અહીં તેવું નક્કી કરવામાં આવ્યું છે કે અપવાદરૂપ સંજોગો સિવાય સુનાવણી મોકૂફ રાખવાની વિનંતી નહી સ્વીકારાય અને જરૂર પડે તો સંલગ્ન બેન્ચ દ્વારા તેના અંગે વિચારણા કરવામાં આવી શકે છે.

કોરોનાના લીધે ભૌતિક સુનાવણીની પ્રક્રિયાને વધારે સરળ બનાવવા માટે હાઇકોર્ટે જણાવ્યું હતું કે ફોજદારી કેસોની સુનાવણીમાં ફરિયાદી પક્ષની પૂર્વમંજૂરી પહેલેથી જરૂરી નહી હોય. પરંતુ ફરિયાદીને સુનાવણીમાં ભાગ લેવા માટે છૂટ આપવામાં આવશે.

આ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથે અન્ય ન્યાયાધીશોને વિનંતી કરી છે કે તેઓ તેઓ તેમની સુનાવણીની પ્રક્રિયાની કાર્યપદ્ધતિ પસંદ કરી લે કે તેઓ કોર્ટરૂમમાં હાજર રહી સુનાવણી કરવાનું જારી રાખશે કે હાલમાં તેમના ઘરેથી કરે છે તેમ વિડીયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી કરશે.