Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના ગ્રહણ : 17 કર્મચારીઓ પોઝિટિવ આવતા ગુજરાત હાઇકોર્ટ 4 દિવસ બંધ

કોરોના ગ્રહણ : 17 કર્મચારીઓ પોઝિટિવ આવતા ગુજરાત હાઇકોર્ટ 4 દિવસ બંધ

0
86
  • એક જ દિવસમાં 17 કર્મચારીઓેને કોરોના થતા કર્મચારીઓમાં ફફડાટ
  • પહેલાં 4, બાદમાં 2 અને બુધવારના રોજ વધુ 11 કર્મચારીઓ કોરોના પોઝીટીવ
  • 12થી 15 સપ્ટેમ્બર સુધી ગુજરાત હાઇકોર્ટ બંધ રહેશે

અમદાવાદ : ગુજરાતમાં કોરોના ઘટવાને બદલે દિવસે ને દિવસે વધતો જ જઇ રહ્યો છે. કોરોનાના સકંજામાં રાજકીય નેતાઓથી લઇને ડૉક્ટરોથી લઇને હવે હાઇકોર્ટ (High Court of Gujarat Coronavirus news) નો સ્ટાફ પણ આવી ગયો છે. એક વાર ફરી ગુજરાત હાઇકોર્ટ પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં એક જ દિવસમાં 17 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. જેના કારણે મહત્વનો નિર્ણય કરતા હાઈકોર્ટ 4 દિવસ સુધી બંધ રાખવામાં આવશે.

આ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ મહત્વનો નિર્ણય કર્યો છે. AMC દ્વારા ગુજરાત હાઇકોર્ટ (High Court of Gujarat Coronavirus news) ને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી 12થી 15 સપ્ટેમ્બર સુધી હાઇકોર્ટ બંધ રહેશે. ફિઝિકલ કોર્ટ શરૂ કરવાના નિર્ણયને પણ કેન્સલ કરવામાં આવ્યો છે. પરંતુ હાઈકોર્ટમાં અરજીઓની ઓનલાઈન સુનાવણી હાથ ધરાશે.

હાઈકોર્ટ શરુ કરતા પહેલાં જ પહેલાં 4 કર્મચારીઓ, બાદમાં 2 કર્મચારી અને બુધવારના રોજ વધુ 11 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા હાઇકોર્ટના સ્ટાફમાં ભારે ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કારણે માર્ચ મહિનાથી હાઈકોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેસોની સુનાવણી ચાલી રહી છે. પરંતુ હવે કોરોનાને કારણે 15 સપ્ટે. સુધી હાઇકોર્ટ સંપૂર્ણ બંધ રહેશે. ઉપરાંત AMC દ્વારા તેને સંપૂર્ણ સેનેટાઈઝેશન પણ કરાશે.

આ પણ વાંચોઃ ઑક્સફોર્ડની કોરોના વૅક્સીનના ટ્રાયલ પર રોક બાદ ભારતીય કંપનીને નોટિસ

જાણો ગુજરાતમાં કોરોના કહેર કેટલે પહોંચ્યો?

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો (Gujarat Corona Update)માં સતત વૃદ્ધિ થઇ રહી છે. જો કે રિકવરી રેટમાં પણ વધારો થયો છે. રાજ્યમાં (Gujarat Corona Update)આજે પણ તૈરસોથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન કોરોનાએ 16 દર્દીઓનો ભોગ લીધો છે. જ્યારે ગઇ કાલે નોંધાયેલા નવા કેસો સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ છે.

રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં (Gujarat Corona Update) ગઇ કાલે સાંજ સુધીમાં છેલ્લાં 24 કલાકમાં 1329 કોરોનાના કેસ નોંધાયા છે, તેની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1,08,295એ પહોંચી છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં વધુ 16 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. તેની સાથે કુલ મૃત્યુઆંક 3152 એ પહોંચ્યો છે. મહાનગરો સુરતમાં 266, અમદાવાદમાં 171 કેસ, રાજકોટમાં 154 કોરોના કેસ નોંધાયા છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ પોરબંદર અને અરવલ્લી જિલ્લામાં નોંધાયા છે.

રાજ્યમાં (Gujarat Corona Update)કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે પણ તેની સાથે સાજા થવાનો દર પણ વધ્યો છે. ગઇ કાલે સાંજ સુધીમાં કોરોનાના 1329 કેસ આવ્યા જ્યારે તેની સામે 1336 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 88,815 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 82.01 ટકા થયો છે.

આ પણ વાંચોઃ 2020 સિનેમા જગત માટે કાળરૂપ, 26 વર્ષની તેલુગુ અભિનેત્રીએ કરી આત્મહત્યા