Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > આગાહી : ગુજરાતમાં ફરી ત્રાટકશે ધોધમાર વરસાદ, કેટલાંક વિસ્તારો થશે પાણી-પાણી

આગાહી : ગુજરાતમાં ફરી ત્રાટકશે ધોધમાર વરસાદ, કેટલાંક વિસ્તારો થશે પાણી-પાણી

0
116
  • આગામી 3 દિવસ 12થી 14 સપ્ટે. દરમ્યાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી
  • લો પ્રેશર સક્રિય થતા અનેક વિસ્તારોમાં ફરીથી ધોધમાર વરસાદ વરસવાની વકી
  • અત્યાર સુધીમાં સિઝનનો કુલ 121 ટકા વરસાદ નોંધાયો

અમદાવાદ : રાજ્યમાં હવે ધીરે-ધીરે વરસાદ (Gujarat Heavy Rains) ની વિદાય થવા જઇ રહી છે ત્યારે એક વાર ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે જેને કારણે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ એટલે કે 12થી 14 સપ્ટેમ્બર દરમ્યાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના અનેક જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 121 ટકા વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ ગુજરાતીઓ માટે Good News: રાજ્યમાં આજથી વધુ 40 STની પ્રીમિયમ બસો દોડાવાશે

13 સપ્ટેમ્બરના રોજ લો પ્રેશર સક્રિય થઇ રહ્યું છે​

તારીખ 11થી 13 સપ્ટેમ્બર સુધી એટલે કે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં સારો એવો વરસાદ (Gujarat Heavy Rains) રહેશે. જેમાં દ.ગુજરાતના નવસારી, વલસાડ, સુરત સહિતના અનેક વિસ્તારોમાં ફરીથી ધોધમાર વરસાદ વરસવાની વકી છે. રાજ્યમાં 13 સપ્ટેમ્બરનાં રોજ લો પ્રેશર સક્રિય થઇ રહ્યું છે. આ લો પ્રેશર સક્રિય થવાને કારણે રાજ્યમાં ફરીથી વરસાદ વરસવાની શક્યતા છે. અમદાવાદ અને વડોદરામાં પણ સામાન્ય વરસાદી ઝાપટાં થવાની શક્યતા છે.

કયા-કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે?

હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર, ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશા તરફનો પવન છે. આગામી 12 સપ્ટેમ્બરે સુરત-નર્મદા-વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જ્યારે 13 સપ્ટેમ્બરના રોજ ખેડા, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, સહિતના અનેક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

આ સિવાય 14 સપ્ટેમ્બરે ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, દીવ, વલસાડ, નવસારી અને દમણમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ભારે ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોના બેકાબૂ, 100થી વધુ તબીબો સંક્રમિત થતાં તંત્ર હરકતમાં