Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, સરકાર રાજ્યભરમાં બનાવશે નવી હોસ્ટેલો

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, સરકાર રાજ્યભરમાં બનાવશે નવી હોસ્ટેલો

0
400

ગુજરાત સરકારે ગુજરાતની અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના અભ્યાસને સરળ બનાવવા માટે તેમની સુવિધાઓમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ હેઠળ ગુજરાત સરકાર હાલમાં વિદ્યાર્થીઓ માટે રહેવાની અને જમવાની સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્યમાં નવી દસ હોસ્ટેલ બનાવશે.

વિધાન સભામાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે માહિતી આપતા જણાવ્યું હતુ કે, આ વખતનાં બજેટમાં આ વર્ગોનાં વિકાસ માટે ગત વર્ષ કરતાં 883 કરોડ રૂપિયાની રકમ વધુ ફાળવી છે.

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો, વિચરતી વિમુક્ત જાતિ તેમજ લઘુમતી અને બિન અનામત વર્ગોની 80 ટકાથી વધુ વસ્તી વસવાટ કરે છે.

અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના પોસ્ટ એસ.એસ.સીમાં અભ્યાસ કરતા અને પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા વિધાર્થીઓને માસિક બારસો રૂપિયા ભોજન બિલ સહાય આપવાની નવી યોજના શરૂ કરવામાં આવશે.

c

અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કોલેજ કક્ષાના અભ્‍યાસક્રમોમાં અભ્‍યાસ કરતા વિધાર્થી-વિધાર્થીનીઓ માટે રહેવા અને જમવાની સંયુકત સુવિધાવાળા અનુસૂચિત જાતિના પાંચ અને વિકસતી જાતિના પાંચ નવા સરકારી છાત્રાલયો શરૂ કરવામાં આવશે.

પાટણ, મહીસાગર તથા બોટાદ ખાતે અનુસૂચિત જાતિ કુમાર છાત્રાલયો અને પાટણ,ગાંધીનગર, પોરબંદર વઢવાણ તથા બોટાદ ખાતે કન્‍યા છાત્રાલયો માટે અધતન સુવિધા સાથેના મકાન બાંધવામાં આવશે.

જેના માટે પ્રથમ તબકકે બજેટમાં રૂ.18 કરોડ 25 લાખની જોગવાઇ કરવામાં આવી છે. ગાંધીનગર, બારડોલી, અને મોડાસા ખાતે સમરસ કુમાર-કન્યા છાત્રાલયના બાંધકામ માટે રૂ.8 કરોડ 75 લાખની જોગવાઇ કરવામાં આવી છે.

પાલનપુર જી.બનાસકાંઠા ખાતે ચાલતી આદર્શ નિવાસી શાળા માટે રૂ.6 કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથેના મકાન બાંધવામાં આવશે જેના માટે પ્રથમ તબકકે બજેટમાં રૂ.2 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

અરવલ્‍લી, મહીસાગર, સુરત, વડોદરા અને મોરબી ખાતે જિલ્‍લા કક્ષાનું ર્ડા.આંબેડકર ભવન બાંધવામાં આવશે જેના માટે બજેટમાં રૂ.10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજકોટનાં રૈયા ખાતે ચાલતા સરકારી કુમાર છાત્રાલય અને સુરેન્‍દ્રનગર ખાતે ચાલતી આદર્શ નિવાસી શાળા માટે રૂ.12 કરોડ 43 લાખના ખર્ચે અધતન સુવિધા સાથેના મકાન બાંધવામાં આવશે.

સરકારનો તઘલકી નિર્ણય: “શિક્ષક હવે સાયકલ શોધશે”, આમાં કેવી રીતે ભણશે ગુજરાત ?