Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સરકારી કર્મચારીઓને મોટો ઝટકો, રૂપાણી સરકાર દ્વારા મોટો નિર્ણય

સરકારી કર્મચારીઓને મોટો ઝટકો, રૂપાણી સરકાર દ્વારા મોટો નિર્ણય

0
183
  • કોરોના મહામારીમાં રૂપાણી સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને લઇ મોટો નિર્ણય
  • સરકાર અને પંચાયતના કર્મચારીઓને ભથ્થું ન ચુકવવાનો નિર્ણય
  •  કરાર આધારિત જોડાયેલા અધિકારી-કર્મચારીઓના પગારમાં 30 ટકા કાપ

ગાંધીનગર : સમગ્ર દેશ અને રાજ્યોમાં કોરોના મહામારીને કારણે ઘણી બધી રીતે આર્થિક સમસ્યાઓ ઊભી થઇ છે. ત્યારે ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ (gujarat government employees news) ને લઇને મોટો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે મોટો નિર્ણય કરતા કરાર આધારિત કર્મચારીઓના પગારમાં કાપ મુક્યો છે. સરકાર અને પંચાયતના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું ન ચૂકવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પંચાયતના કર્મચારીઓને 1 જાન્યુઆરી 2020થી ચુકવવાપાત્ર થતું મોંઘવારી ભથ્થું 13 માર્ચ 2021 સુધી ન ચૂકવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ Corona Positive Case: ગુજરાતના વધુ બે ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત

વધુમાં તમને જણાવી દઇએ કે સામાન્ય વહીવટ વિભાગ GADના ઠરાવમાં 1લી જુલાઈ 2020થી એક વર્ષ માટે વયનિવૃત્તિ બાદ કરાર આધારિત જોડાયેલા અધિકારી-કર્મચારીઓના પગાર (gujarat government employees news) માં 30 ટકાનો પગારકાપનો નિર્ણય કર્યો છે. કોરોના મહામારીમાં ભાંગી પડેલા અર્થતંત્ર વચ્ચે હવે રાજ્ય સરકાર પણ ખાનગી કંપનીઓના રસ્તે જઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.

એક તરફ કેટલીક ખાનગી કંપનીઓ પોતાના ખર્ચ ઘટાડી રહી છે અને કર્મચારીઓના પગારમાં પણ કાપ મૂકી રહી છે. ત્યારે ગુજરાત સરકાર પણ એ રસ્તે જઇ રહી છે. સરકાર અને પંચાયત સેવાના કર્મચારીઓને 1લી જાન્યુઆરી 2020થી ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થું 31 માર્ચ 2021 સુધી ન ચૂકવવાનો નિર્ણય કર્યો છે. જે અધિક સચિવ જ્વલંત ત્રિવેદીની સહીથી શનિવારે પ્રસિદ્ધ ઠરાવમાં સ્પષ્ટ થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે રાજ્ય સરકારે ધારાસભ્યો, મંત્રીઓ, વિપક્ષના નેતા અને વિધાનસભાના અધ્યક્ષના પગારમાં પણ એક વર્ષ માટે એટલે કે માર્ચ 2021 સુધી 30 ટકાના પગારકાપનો નિર્ણય કર્યો છે. આ અંગે રાજ્ય સરકારે એપ્રિલ મહીનામાં વટહુકમ બહાર પાડીને તેનું અમલીકરણ કર્યું છે. જેમાં આ અંગે આગામી વિધાનસભા સત્રમાં વિધેયક પણ લાવવામાં આવશે.

નોંધનીય છે કે કોરોનાને કારણે લાગુ કરેલા લોકડાઉનમાં રાજ્યની અર્થવ્યવસ્થા પર અસર થતાં રાજ્ય સરકાર નાણાંકીય ખર્ચમાં કાપ મુકવા અનેક પગલાંઓ ભરી રહી છે. પરંતુ સરકારી કર્મચારીઓના એક વર્ષ માટે પગારમાં કાપ સહન કરવાનો વારો આવતાં તેઓને આર્થિક નુકસાન પહોંચી શકે છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓને સૌથી મોટો ઝટકો મળતા આગામી સમયમાં સરકારી કર્મચારીઓ આ મામલે વિરોધ કરે તેવી સંભાવના પણ છે.

આ પણ વાંચોઃ Covid-19 In India: બ્રાઝીલને પછાડીને બીજા નંબર પર પહોંચ્યું ભારત