Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > GCCIની ચૂંટણી મત ગણતરીમાં વિવાદ, બેલેટ પેપરના ડેટામાં ગરબડનો આક્ષેપ

GCCIની ચૂંટણી મત ગણતરીમાં વિવાદ, બેલેટ પેપરના ડેટામાં ગરબડનો આક્ષેપ

0
64
  • ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ( GCCI ) ની ચૂંટણીની મતગણતરીમાં વિવાદ
  • બેલેટ પેપરના ડેટામાં ગરબડના આક્ષેપ સાથે આત્મનિર્ભર પેનલે વાંધો ઉઠાવ્યો
  • મત ગણતરી બપોર પછી ચાલુ થશે તેવી ચૂંટણી અધિકારીની જાહેરાત

અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ( GCCI ) ની ચૂંટણી (Gujarat GCCI election news) ની મતગણતરીમાં વિવાદ સર્જાયો છે. બેલેટ પેપરના ડેટામાં ગરબડના આક્ષેપ સાથે આત્મનિર્ભર પેનલે વાંધો ઉઠાવ્યો છે. જેથી વિવાદ સર્જાયો છે અને મતગણતરી પણ અટકી ગઈ છે. હવે આ મત ગણતરી બપોર પછી ચાલુ થશે તેવી ચૂંટણી અધિકારીએ જાહેરાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સીનીયર વાઇસ પ્રેસીડેન્ટની બે બેઠક, વાઇસ પ્રેસીડેન્ટની 2, જનરલ કેટેગરીમાં 12, લાઇફ પેટ્રન (લોકલ) 4 બેઠક સહિત 18 જેટલાં ઉમેદવારોની ચૂંટણી યોજાઇ હતી. કોરોના મહામારી વચ્ચે ગુજરાત વેપારી મહામંડળ ( GCCI) ની શનિવારે યોજાયેલી ચૂંટણીમાં 50 ટકા જેટલું મતદાન થવા પામ્યું હતું. આ ચૂંટણીની મતગણતરી આજે રવિવારે સવારે 8- 30 વાગ્યે શરૂ થવાની હતી અને બપોરે 1 વાગ્યાની આસપાસ પરિણામ જાહેર થવાની શકયતા હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 1 ઓક્ટોબરથી તમામ સફારી પાર્ક અને પ્રાણી સંગ્રહાલયો ખુલ્લા મુકાશે

જો કે આજે સવારે મતગણતરી શરૂ થાય તે પહેલાં જ આત્મનિર્ભર પેનલે બેલેટ પેપરના ડેટામાં ગરબડનો આક્ષેપ કરીને જણાવ્યું હતું કે, મતપેટીમાં પડેલા બેલેટ અને કોમ્યુટરમાં સ્કેન થયેલા બેલેટમાં તફાવતનો આક્ષેપ કર્યો હતો. જ્યાં સુધી ડેટા નહીં મળે ત્યાં સુધી સ્ટ્રોંગ રૂમ ખોલવાનો આત્મનિર્ભર પેનલનો ઇન્કાર કર્યોં હતો અને સ્ટ્રોંગ રૂમ ખોલવાની ના પાડી હતી. તેની સાથે ચૂંટણી અધિકારી પક્ષપાત કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચોઃ આજથી ફરીથી ધમધમશે સુરત એરપોર્ટ, મુસાફરો ભરશે ઊંચી ઉડાન

ચૂંટણી અધિકારીએ મીડિયા સાથે કરી ગેરવર્તણૂંક કરી

ચૂંટણી (Gujarat GCCI election news) ની મત ગણતરીમાં થયેલા વિવાદનું રિપોર્ટિંગ કરવા ગયેલા મીડિયાકર્મી સાથે ચૂંટણી અધિકારીએ ગેરવર્તણૂંક કરી કવરેજ કરતા અટકાવીને ચૂંટણી અધિકારીએ મીડિયાકર્મીઓ સાથે બોલાચાલી મામલો વધુ બિચક્યો હતો.

GCCI Elction

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી વચ્ચે ગુજરાત વેપારી મહામંડળ GCCIની ગઇ કાલે શનિવારના રોજ યોજાયેલી ચૂંટણીમાં 50 ટકા જેટલું મતદાન થયું હતું. જેની આજે મત ગણતરી છે. જેમાં આ વિવાદ સર્જાયો છે.

તમને જણાવી દઇએ કે ગઇ કાલે થયેલી ચૂંટણીમાં ગુજરાત વેપારી મહાંમડળમાં સવારે 8:30 વાગ્યે મતદાન શરૂ થયું હતું. જે અંતર્ગત ગુજરાત વેપારી મહામંડળમાં હાલમાં 3100થી વધુ સભ્યો છે. તેમાંથી બપોરે 4 વાગ્યા સુધીમાં 1455નું મતદાન થયું હતું. અર્થાત કે 50 ટકા જેટલું વોટીંગ થયું હતું.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સીનીયર વાઇસ પ્રેસીડેન્ટની બે બેઠક, વાઇસ પ્રેસીડેન્ટની 2, જનરલ કેટેગરીમાં 12, લાઇફ પેટ્રન (લોકલ) 4 બેઠક સહિત 18 જેટલાં ઉમેદવારોની ચૂંટણી યોજાઇ હતી. જેમાં બપોરે 4 વાગ્યા સુધીમાં તમામ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઇ ગયું હતું.

આ ચૂંટણી અંતર્ગત ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલ, જીએસસી બેંકના ચેરમેન અજય પટેલ, ચેમ્બરના પૂર્વ પ્રમુખો, હોદ્દેદારો સહિતના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, બહારગામના વેપારી એસોસીએશનના હોદ્દેદારો વગેરે ચેમ્બરની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. કોરોનાની મહામારીમાં પણ વેપારીઓ વાપી, વલસાડ, અંકલેશ્વર, જામનગર, પોરબંદર વગેરે શહેરોમાંથી આવ્યાં હતાં.

શનિવારે કેટલાં વાગે કેટલું વોટીંગ થયું હતું?

સમય મતદાનની સંખ્યા
સવારે 10:00 વાગ્યે 258
સવારે 11:00 વાગ્યે 446
બપોરે 12:00 વાગ્યે 709
બપોરે 2:30 વાગ્યે 1209
બપોરે 3: 30 વાગ્યે 1382
સાંજે 4:00 વાગ્યે 1455